ઓમીક્રોન વેરિયન્ટ સામે પ્રભાવી છે બ્રિટિશ કંપનીની કોરોના એન્ટીબોડી દવાઃ WHO

PC: business-standard.com

બ્રિટિશ દવા નિર્માતા ગ્લૈક્સો સ્મિથક્લાઈને દાવો કર્યો છે કે, પ્રારંભિક પ્રયોગશાળા પરીક્ષણોથી જાણવા મળ્યું છે કે, કોવિડ-19 વિરુદ્ધ તેની એન્ટીબોડી દવા નવા સુપર મ્યૂટેન્ટ ઓમીક્રોન વેરિયન્ટ વિરુદ્ધ પ્રભાવી છે. ગ્લૈક્સોસ્મિથક્લાઈન (GSK)એ સોટ્રોવિમૈબને યૂએસ પાર્ટનર વીર (વીઆઈઆર) બાયોટેક્નોલોજીની સાથે વિકસિત કરી, જે માનવ દ્વારા પહેલાથી બનાવવામાં આવેલી પ્રાકૃતિક એન્ટીબોડી પર આધારિત એક મોનોક્લોનલ એન્ટીબોડી છે.

પરીક્ષણોમાં, સોટ્રોવિમૈબને 24 કલાકમાં હળવાથી મધ્યમ કોવિડ-19ની સાથે ઉચ્ચ જોખમોવાળા વયસ્ક રોગીઓમાં હોસ્પિટલમાં દાખલ થવા અથવા મૃત્યુના જોખમને 79 ટકા સુધી ઓછું કરવાનો દાવો કરવામાં આવ્યો છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું, ઓમીક્રોન વેરિયન્ટના અનુક્રમ (સીક્વન્સ)ના આધાર પર અમારું માનવુ છે કે, સોટ્રોવિમેબ તરફથી આ વેરિયન્ટ વિરુદ્ધ સક્રિયતા અને પ્રભાવશાળી બનાવી રાખવાની સંભાવના છે.

આ અધ્યયન પ્રીપ્રિંટ સર્વર બાયોરેક્સિવ પર પોસ્ટ કરવામાં આવ્યું છે. જોકે, અધ્યયનમાં પ્રારંભિક પ્રયોગશાળા પરિક્ષણોના આધાર પર ડેટા શેર કરવામાં આવ્યા છે, હજુ સુધી તેની પૂર્ણ સમિક્ષા કરવામાં નથી આવી. કંપનીના જણાવ્યા અનુસાર, અધ્યયને પ્રદર્શિત કર્યું કે સોટ્રોવિમેબ નવા ઓમીક્રોન સાર્સ-સીઓવી-2 વેરિયન્ટ (બી.1.1.529)ના પ્રમુખ મ્યૂટેન્ટ વિરુદ્ધ સક્રિયતા અથવા ગતિવિધિને જાળવી રાખે છે. કંપનીઓ હવે 2021ના અંત સુધી એક અપડેટ પ્રદાન કરવાના ઈરાદાથી તમામ ઓમીક્રોન મ્યૂટેશનના સંયોજન વિરુદ્ધ સોટ્રોવિમેબની નિષ્ક્રિય ગતિવિધિની પુષ્ટિ કરવા માટે આ વિટ્રો સ્યૂડો-વાયરસ ટેસ્ટિંગ પૂર્ણ કરી રહી છે.

વીર બાયોટેક્નોલોજીના મુખ્ય કાર્યકારી અધિકારી, પીએચડી, જ્યોર્જ સ્કેનગોસે એક નિવેદનમાં કહ્યું, સોટ્રોવિમેબને જાણીજોઈને એક મ્યૂટેટિંગ વાયરસને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. સ્પાઈક પ્રોટીનના અત્યાધિક સંરક્ષિત ક્ષેત્રને લક્ષિત કરીને, જેના મ્યૂટેટ થવાની સંભાવના ઓછી છે, અમને વર્તમાન સાર્સ-સીઓવી-2 વાયરસ અને ભવિષ્યના વેરિયન્ટ બંને સામે લડવાની આશા છે.

તેમણે કહ્યું, અમને આશા છે કે આ સકારાત્મક પ્રવૃત્તિ ચાલુ રહેશે અને ઓમીક્રોનના પૂર્ણ સંયોજન અનુક્રમ વિરુદ્ધ પોતાની સક્રિયતાની પુષ્ટિ કરવા માટે ઝડપથી કામ કરી રહ્યા છે. જણાવી દઈએ કે, GSK અને વીર બાયોટેક્નોલોજી દ્વારા વિકસિત સોટ્રોવિમેબ એક ડોઝવાળી એન્ટીબોડી છે અને આ દવા કોરોના વાયરસના બહારના આવરણ પર સ્પાઈક પ્રોટીન સાથે જોડાઈને કામ કરે છે. તેને કારણે આ વાયરસને માનવ કોશિકામાં પ્રવેશ કરવાથી અટકાવે છે. જેવુડીના રૂપમાં માર્કેટિંગ કરાનારી આ દવાને કોવિડ-19ના લક્ષણોના શરૂઆતી પાંચ દિવસની અંદર આપવાની ભલામણ કરવામાં આવી રહી છે.

આ દવા એ લોકો પર પ્રભાવી છે, જેમણે ઓક્સિજન સપ્લીમેન્ટની આવશ્યકતા નથી અને જેમને ગંભીર કોવિડ સંક્રમણના વધવાનું જોખમ છે. સોટ્રોવિમેબને યૂકે મેડિસિન્સ એન્ડ હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી એજન્સી દ્વારા રોગસૂચક વયસ્કો અને કિશોરો (12 વર્ષ અને વધુ ઉંમર)ના તીવ્ર કોવિડ-19 સંક્રમણના ઉપચાર માટે સશર્ત માર્કેટિંગ પ્રાધિકરણ પણ આપવામાં આવ્યુ છે. સશર્ત માર્કેટિંગ પ્રાધિકરણમાં ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને વેલ્સ સામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp