ગુજરાતના આ બિઝનેસમેન બન્યા સૌથી ધનાઢ્ય આફ્રિકન વ્યક્તિ

PC: forbes.com

મુળ હળવદ તાલુકાના માથક ગામના રહેવાસી અને છેલ્લા બે દાયકા કરતા વધુ સમયની સાઉથ આફ્રિકાના કેન્યામાં રહેતા નરેન્દ્રભાઈ રાવલે હસ્તરેખા અને જયોતિષ શાસ્ત્ર થકી આફ્રિકન દેશોમાં એટલી પ્રસિદ્ધિ મેળવી છે કે આજે તેઓ અનેક આફ્રિકન દેશોના પ્રમુખોના ભવિષ્ય ભાખી રહ્યા છે અને આ સિદ્ધિ તેઓએ સિમેન્ટ અને સ્ટીલના વેપારમાં મોટી કંપની સ્થાપી આફ્રિકન દેશના સૌથી ધનાઢય વ્યકિત તરીકે ફોર્બ્સની યાદીમાં સ્થાન પણ હાંસલ કરી લીધું છે.

1982ના અરસામાં સાઉથ આફ્રિકાના કેન્યામાં ધંધો રોજગાર મેળવવા ગયેલા મુળ હળવદ તાલુકાના માથક ગામના નરેન્દ્રભાઈ રાવલ પરંપરાગત જયોતિષ શાસ્ત્રમાં નિપૂર્ણતા ધરાવે છે. જેમાં ખાસ કરીને હસ્તરેખામાં તેઓને મહારથ હાંસલ છે. આ અગાઉ તેઓ ભુજના સ્વામિનારાયણ મંદિરમાં સેવા આપતા હતા અને બાદમાં આફ્રિકા જતા તેઓનું નશીબ જ જાણે ખુલ્લી ગયું. 650 મીલીયન ડોલરનું સામ્રાજય ધરાવતા અને ફોર્બ્સની યાદીમાં સૌથી ધનાઢય આફ્રિકન વ્યકિત તરીકેનું બહુમાન પ્રાપ્ત કરનાર નરેન્દ્રભાઈ રાવલે ગુરૂ પુસ્તકમાં પોતાની આત્મકથા પણ લખી છે.

‘ગુરુ’ નામની બુકમાં તેઓએ પોતાની સફળતા અને લોકપ્રિયતા અંગે જણાવ્યું હતું કે, કેન્યામાં જયોતિષ શાસ્ત્ર થકી તેઓ રાષ્ટ્રપ્રમુખ મોઈ અને કિબાકી સાથે ખુબ જ સારા અને સુમેળભર્યા સંબંધો સ્થપાતા તેઓને પ્રમુખના સલાહકાર તરીકે પણ સેવા આપવાનો મોકો મળ્યો હતો. આ સિવાય તેઓ કોંગો, તાન્ઝાનીયા સહિતના આફ્રિકન દેશોના રાજકારણીઓ સાથે પણ જયોતિષ શાસ્ત્ર થકી નિકટતમ સંબંધો ધરાવી રહ્યા છે અને તેમની મોટાભાગની આગાહીઓ સાચી થતી હોય આફ્રિકન દેશોમાં તેમનું ખુબ જ માન છે.

ઉલ્લેખનીય છે કે, હસ્તરેખા અને જયોતિષ શાસ્ત્રમાં નિપૂર્ણ એવા નરેન્દ્રભાઈ રાવલે આફ્રિકામાં ધ દેવી ગ્રુપ ઓફ કંપનીના નામે સિમેન્ટ અને સ્ટીલનો મોટાપાયા પર બિઝનેસ કરી રહ્યા છે. તેમની આ કંપનીમાં 5 હજારથી વધુ લોકોને રોજગાર પણ આપવામાં આવી રહ્યો છે. વધુમાં તેઓને કેન્યાના એલડર ઓફ ધ બર્નીગ સ્પીયર અને યુ.કે.ના કોમનવેલ્થ ફિલાન્ટ ટ્રોફી નામના એવોર્ડ પણ મળ્યા છે.

જોકે સૌથી મહત્વની બાબત તો એ છે કે નરેન્દ્રભાઈ રાવલ જયોતિષ શાસ્ત્ર અને હસ્તરેખાથી ભલભલા રાજકારણીઓ રાષ્ટ્રપ્રમુખના ભવિષ્ય ભાખી રહ્યા હોવા છતાં તેઓએ જયોતિષ શાસ્ત્રનો કદી વેપાર કર્યો નથી અને વિનામુલ્યે કોઈપણ વ્યકિતને જયોતિષ શાસ્ત્ર મુજબ સલાહો આપતા હોવાનું અને તેઓના જીવનમાં અનેક ઉતાર-ચઢાવો આવ્યા હોવાનું ‘ગુરુ’ નામની બુકમાં જણાવાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp