પાકિસ્તાનમાં ફાંસીનો ખેલ, બાળકોમાં કોણ ફેલાવી રહ્યું છે ઝેર

PC: aljazeera.com

પાકિસ્તાની બાળકોમાં હાલમાં એક રમત ખાસ્સી લોકપ્રિય થઇ રહી છે. રમત ફાંસી આપવાની પ્રક્રિયા વિષે છે. સવાલએ છે પાકિસ્તાની બાળકો આ રમત કેમ રમી રહ્યા છે. આ બાળકો કોને ફાંસી પર લટકાવી રહ્યા છે. હાલ થોડા દિવસથી સોશીયલ મીડીયા પર એક વિડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં કેટલાક બાળકો ફાંસી લગાવવાની રમત રમી રહ્યા છે. આ વિડીયો 22-23 સેકન્ડનો છે જેમાં કોઇ સાંકડી ગલી જેવી જગ્યા છે. પહેલી નજરે એવો ભાસ થાય છે કે આ કોઇ બાળકોની રમત છે.

બાળકોની ઉમર પણ પાંચથી સાત વર્ષની વચ્ચે છે. તેમના હાથમાં એક ઢીંગલી છે. બાળકો કંઇક બોલતા બોલતા તે ઢીંગલીને લઇને આગળ ચાલી રહ્યા છે. તે બાળકો સ્પષ્ટ નથી બોલી રહ્યા. પરંતુ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. બાળકોની સાયકલ પણ તેમાં જોવા મળશે. જેમાં આગળના પૈડા પર એક ડંડો બાંધેલો દેખાય છે. જેમાં એક દોરડુ બાંધેલ હતું. તે ઢીંગલીના ગળામાં તે દોરડુ નાખે છે. અને તેને ફાંસી આપે છે.અને બૂમો પાડે છે કે આપી દીધી ફાંસી.

કેમ આ બાળકો તે ઢીંગલીને ફાંસી લગાવી રહ્યા હતા? તે બાળકો આસિયા આસિયા કેમ બોલી રહ્યા હતા? શું તે સાચેજ રમત છે કે પછી કોઇ બિહામણુ સત્ય? અસલમાં આસિયા બીબી પાકિસ્તાનની રહેવાસી છે. લગભગ આઠ વર્ષ પહેલાની વાત છે. આસીયા ફાલસા વિણી રહી હતી. તડકો હતો. આસિયાને તરસ લાગતા તે નજીકના કૂવે પહોંચી જ્યાં પહેલાથી પાણી પીવાનું એક વાસણ રાખેલ હતું. આસિયાએ તેનાથી પાણી પીધુ

આસિયાને પાણી પીતા જોઇ ત્યાં હાજર મહિલાઓએ જોયુ જે બાદ તેમના વચ્ચે ઝગડો થયો જે મહિલાઓ સાથે ઝઘડો ચાલી રહ્યો હતો તે મુસલમાન હતી. જ્યારે આસિયા ઇસાઇ. મુસલમાન મહિલાઓ કહી રહી હતી કે, આસિયાએ એ વાસણમાં પાણી પીને તેને અપિવત્ર કર્યું છે. આ ઝઘડો અહિથી શરૂ થઇ પૈંગંબર અને ઇસા મસી સુધી પહોંચી ગયો. આ દરમિયાન આશિયાએ પૈગંબરની તુલના ઇસા સાથે કરી. મહિલાઓએ કહ્યું કે તેણે પૈંગંબરનું અપમાન કર્યું છે. એટલેકે ઇશનીંદા કરી છે.

પાણી પીવાથી શરૂ કરવામાં આવેલ તે લડાઇ પહેલા પોલીસ સ્ટેશન ત્યાંથી કોર્ટ ગઇ ત્યાં નીચલી અદાલતે આસિયાને સજાએ મોત આપી. મુદ્દો પાકિસ્તાનના સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો અને આસિયા બીબીને નિર્દોષ છોડ્યા. જેની પર હજારો લોકો પાકિસ્તાનમાં રસ્તા પર ઉતરી આવ્યા. સમગ્ર પાકિસ્તાનમાં આશિયાની રિહાઇથી વિરોધ થવા માંડ્યો. આસિયા બીવીનો વકીલ એટલો ડરી ગયો કે પાકિસ્તાન જ છોડીને ભાગી ગયો. અને આ વાતાવરણમાં બાળકોના દિલો દિમાગ પર આસિયા બીવી માટે નફરત ઉભી થઇ આ વિડીયો તેનું જ પરિણામ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp