હવાઈમાં બેન કરવામાં આવી રહ્યું છે સનસ્ક્રીન લોશન, કારણ જાણીને ચોંકી જશો તમે

PC: bezzia.com

હવાઈમાં પર્યાવરણને બચાવવા માટે એક મોટો નિર્ણય લેતા અહીંના વહીવટીતંત્રએ સનસ્ક્રીન લોશનના વેચાણ પર બેન લગાવી દીધો છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે સનસ્ક્રીન લોશનમાં આવેલા કેમિકલ્સ પર્યાવરણ માટે ખૂબ ખતરનાક હોય છે, વિશેષ રીતે તે કોરલ રીફ માટે. આ જ કારણ છે કે અહીં સનસ્ક્રીન લોશનનું વેચાણ બંધ કરી દીધું છે.

વાસ્તવમાં સનસ્ક્રીન લોશનમાં ઓક્સીબેનજોન નામનું તત્ત્વ હોય છે જેના કારણે કોરલ રીફની બ્લીચિંગની સ્પીડ વધારી દે છે અને હવાઈ પોતાની કોરલ બ્યૂટી માટે ઓળખાય છે તેથી અહીં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

જોકે તેણે ગવર્નર દ્વારા પાસ કરાવીને આ નિયમ લાગુ કરવા માટે ઘણો સમય છે કારણ કે આ નિયમ 1 જાન્યુઆરી 2021થી લાગુ થશે. આ નિર્ણયનું સમર્થન રાજનૈતિક પાર્ટીઓ ઉપરાંત ઘણા NGO અને Surfrider Foundation Sustainable Coastlines Hawaii, Friends of Hanauma Bay એ પણ કર્યું છે. લોકોનું કહેવું છે કે હવાઈના આ નિર્ણયથી અન્ય લોકોને પણ પર્યાવરણ પ્રત્યે કડક નિર્ણયો લેવામાં પ્રેરણા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp