કોરોનાઃ રસ્તા પર સૂઈ જતા લોકોને 5-સ્ટાર હોટેલમાં રાખશે આ દેશની સરકાર

PC: dailymail.co.uk

દુનિયાભરમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. દરેક દેશ પોતપોતાની રીતે કોરોના વાયરસના સંક્રમણને ઓછું કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. એવામાં એક દેશ એવો પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહ્યો છે, જેમાં રસ્તા પર રહેતા લોકોને કોરોના વાયરસથી બચાવવા માટે 5-સ્ટાર હોટેલમાં ક્વોરેન્ટિનમાં રાખવામાં આવશે.

આ મામલો ઓસ્ટ્રેલિયાના પર્થનો છે. રસ્તા પર સૂઈ જતા લોકોને સરકાર દ્વારા આશરે 20000 રૂપિયા પ્રતિ રાતના ભાડાવાળી હોટેલમાં શિફ્ટ કરવામાં આવશે. પશ્ચિમી ઓસ્ટ્રેલિયાની સરકાર આ પ્રોજેક્ટને શરૂ કરવાની તૈયારી કરી રહી છે. પ્રોજેક્ટ અંતર્ગત આશરે એક મહિના સુધી રસ્તા પર સુઈ જતા લોકોને હોટેલમાં રાખવામાં આવશે. શરૂઆતમાં 20 બેઘર લોકોને પૈન પિસિફિક હોટેલમાં રાખવાની વ્યવસ્થા કરવામાં આવશે.

પ્રોજેક્ટને હોટેલ્સ વિથ હાર્ટ નામ આપવામાં આવ્યું છે. સરકાર આવા બેઘર લોકોને પસંદ કરશે, જેઓ અત્યારસુધી પોતાને આઈસોલેટ કરવામાં નિષ્ફળ રહ્યા છે. બાદમાં આ પ્રોજેક્ટમાં ઘરેલૂ હિંસાની શિકાર મહિલાઓ અને મેન્ટલ હેલ્થ સામે ઝઝૂમી રહેલા લોકોને પણ સામેલ કરવામાં આવી શકે છે. જો પ્રોજેક્ટ સફળ રહેશે તો હોટેલના 120 રૂમનો ઉપયોગ કરવામાં આવી શકે છે.

નવા પ્રોજેક્ટની વાત ત્યારે ઉઠી જ્યારે બેઘર લોકોને કોરોનાથી બચાવવા માટે ગત અઠવાડિયે એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી હતી. કમ્યુનિટી સર્વિસ મિનિસ્ટર સિમોન મેગર્કે કહ્યું કે, આ પ્રયાસથી અમે સ્વાસ્થ્ય સેવાઓ પર ભવિષ્યમાં ઊભા થઈ શકતા સંભવિત પ્રેશરને ઓછું કરી શકીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp