જે મહિલાઓને 4 બાળકો હશે, તેમને નહીં આપવો પડે ઇન્કમ ટેક્સ

PC: abc.net.au

ભારતમાં પારસીઓની વસતિ ઘટી રહી છે ત્યારે પારસીઓની વસતિ જળવાઈ રહે તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવી છે ત્યારે યુરોપના અમુક દેશોમાં પણ ઘટતિ વસતીને લઈને ચિંતીત થયેલી સરકારોએ મૂળ સ્થાનિકોની વસ્તી વધારવા માટે મજબૂર બની છે. સરકારે સ્થાનિક મહિલાઓને સંતાનોને જન્મ આપવા માટે પ્રોત્સાહક યોજનાઓ બનાવી છે. જેમાં 40 વર્ષની મહિલાઓને લગ્ન કરવા માટે 25 લાખની લોન અને ચારેક સંતાનોને જન્મ આપે તો આજીવન ટેક્સમાંથી મુક્તિ આપવાની ઘોષણા કરી છે. 

યુરોપના હંગેરીએ દેશમાં વસ્તી વધારવા માટે એક કિમીયો અજમાવ્યો છે. હંગેરીના વડાપ્રધાન વિકટર ઓર્બાને ચાર કે ચારથી વધુ બાળકો ધરાવતી મહિલાને ઇન્કમટેક્ષ ભરવામાંથી મુક્તિ આપી છે. મહિલાઓની પ્રજનનક્ષમતા વધે તે માટે આર્થિક પ્રોત્સાહન આપવાની નીતિ પણ અપનાવી છે. 40 વર્ષ સુધીમાં પ્રથમ વાર લગ્ન કરનારી મહિલાને 1 કરોડ ફોરિન્ટ (25 લાખ રૂપિયા) લોન આપવાની જાહેરાત કરવામાં આવી છે.

લગ્ન કરનારી મહિલાને જો લગ્ન પછી બાળક પેદા થાય તો લોન ત્રણ વર્ષ સુધી ભરવામાંથી મુક્તિ આપવામાં આવે છે. બીજુ બાળક પેદા થાય ત્યારે લોનની એક તૃતિયાંશ રકમ અને ત્રીજુ બાળક થાય ત્યાર સંપૂર્ણ લોન માફ પણ કરી દેવાની જાહેરાત થઈ છે. યુવાહૈયાઓને લગ્ન માટે પ્રોત્સાહન આપવા મકાન લોન માટેના સ્લેબમાં પણ ખાસ સુધારા કરવામાં આવ્યાં છે. ભવિષ્યમાં બેંક લોન લેવાની થાય ત્યારે જરૂરી દસ્તાવેજોની સાથે બાળકોની સંખ્યાને પણ ધ્યાનમાં લેવામાં આવશે. જેમ કે 3 બાળકો ધરાવતા પરીવારને સાત સીટો વાળી કાર ખરીદવા માટે સબ્સીડી પણ આપવામાં આવશે.

ચાર બાળકો ધરાવતી કે પાલનપોષણ કરતી મહિલાઓને આજીવન ઇન્કમટેક્ષ નહી ભરવો પડે એવી પણ જાહેરાત કરવામાં આવી છે. હંગેરીનો સરેરાશ પ્રજનન દર 1.45 છે જે યૂરોપના 1.58 કરતા પણ ઘણો ઓછો છે.યૂરોપમાં સૌથી વધુ પ્રજનન દર પ્રતિ મહિલા 1.92 ફ્રાંસનો છે. મળતી માહિતી મુજબ છેલ્લા 70 વર્ષમાં વિશ્વમાં મહિલાઓનો પ્રજનન દર 50 ટકા ઘટયો છે.1950માં પ્રજનન દરની સરેરાશ 4.7 હતી જે ઘટીને 2.4 છે. ભારતમાં પ્રજનન દર 2.33 જેટલો ઘણો ઓછો છે જેમાં સરકારની નીતિઓ જવાબદાર હોવાનું પણ માનવામાં આવે છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp