26th January selfie contest

આ 10 દેશોમાં ભૂખમરાની પરિસ્થિતિ એવી છે કે રડવું આવી જાય

PC: google.com

કોરોના મહામારીએ દુનિયા પર ભારે અસર પાડી છે. લોકોનો રોજગાર જતો રહ્યો અને ગરીબ લોકો સામે ભૂખમરાનું સંકટ ઊભું થઈ ગયુ છે. અમેરિકાની સૌથી મોટી ભૂખ રાહત સંસ્થા ફંડિંગ અમેરિકાના રિપોર્ટ અનુસાર આ સમયે દરેક આઠમી વ્યક્તિ અમેરિકામાં ભૂખથી પરેશાન છે. બાળકોની બાબતે પરિસ્થિતિ વધુ દુઃખદ છે. દરેક ચોથું અમેરિકી બાળક ભૂખથી તરવરી રહ્યું છે. તમને જણાવી દઈએ કે ફંડિંગ અમેરિકા નેટવર્કે ગયા મહિને 54.8 કરોડ ખાવાના પેકેટ વહેચ્યા હતા. કોરોના પહેલા પેકેટની સંખ્યા 52 ટકા ઓછી હતી. આવો તો હવે જાણીએ દુનિયાના 10 સૌથી ગરીબ દેશની બાબતે.

હૈતી:

દુનિયામાં ગરીબીમાં નંબર-1 પર છે હૈતી. તે લેટિન અમેરિકાનો પહેલો સ્વતંત્ર દેશ છે. આ અમેરિકાનો એકમાત્ર ફ્રાન્સીસી ભાષી દેશ છે. હૈતીના લોકો ખેતી પર નિર્ભર છે. કહેવા માટે અહીં સોનું, ચાંદી અને તાંબાની ખાણ છે, પરંતુ ખાવા માટે ઘણાં લોકોને વલખાં મારવા પડે છે. અમેરિકાએ અહીં પર્યટન ઉદ્યોગ વિકસિત કર્યો છે, છતાં અહીં પ્રતિ વ્યક્તિ આવક લેટિન અમેરિકી દેશોની તુલનામાં ઓછી છે. અહીંની જનસંખ્યા 13.1 લાખ છે, તો 76.8 ટકા લોકો ગરીબ છે.

ઇક્વેટોરિયલ ગિની:

આ દેશ મધ્ય આફ્રિકામાં સ્થિત એક દેશ છે. જનસંખ્યાની દ્રષ્ટિથી મહાદ્વીપિય આફ્રિકામાં સૌથી નાનો દેશ છે. અહીંની જનસંખ્યા 13.1 લાખ છે, જ્યારે 76.8 ટકા લોકો ગરીબ છે. અહીં પેટ્રોલિયમ ભંડાર મળ્યા બાદ આર્થિક અને રાજનૈતિક પરિસ્થિતિઓ બદલાઈ રહી છે.

ઝીમ્બાબ્વે:

ત્રીજો સૌથી ગરીબ દેશ ઝીમ્બાબ્વે છે. આ પહેલા દેશ દક્ષિણ રોડેશિયા. રોડેશિયા ગણરાજ્ય અને ઝીમ્બાબ્વે રોડેશિયાના નામથી ઓળખતો હતો. તેની સ્થાપના વર્ષ 1901મા થઈ હતી. જોકે તેને સ્વતંત્ર ગણરાજ્યની માન્યતા વર્ષ 1980મા મળી. અહીંની જનસંખ્યા 1.44 કરોડ છે, જ્યારે 72 ટકા લોકો ગરીબ છે.

કૉંગો:

ચોથો સૌથી ગરીબ દેશ છે કૉંગો. ક્ષેત્રફળના હિસાબે આ આફ્રિકી મહાદ્વીપનો ત્રીજો સૌથી મોટો દેશ છે. તેનું નામ કાંગો નદી પરથી પડ્યું છે. આ ફ્રાન્સીસી ભાષા બોલનારી સૌથી મોટી વસ્તીવાળો દેશ છે. તેની જનસંખ્યા 8 કરોડ છે, જ્યારે 71.3 ટકા લોકો ગરીબ છે.

સ્વાઝીલેન્ડ:

પાંચમો સૌથી ગરીબ દેશ છે સ્વાઝીલેન્ડ. તેનું અધિકારીક નામ કિંગડમ ઓફ સ્વાઝીલેન્ડ છે. આ આફ્રિકાના સૌથી નાના દેશોમાંથી એક છે. અહીંની વસ્તી AIDS આ TB જેવા રોગોથી ઝઝૂમતી રહી છે. અહીંના લોકોનું સરેરાશ આયુષ્ય 50 વર્ષ છે અને લોકો ખેતી પર નિર્ભર છે. અહીંની જનસંખ્યા 11 લાખ છે અને 69.2 ટકા લોકો ગરીબ છે.

ઇરિત્રેયા:

છઠ્ઠો ગરીબ દેશ છે Eritrea. આ દેશની રાજધાની અસમારા છે. આ દેશ 1 લાખ 18 હજાર વર્ગ કિલોમીટર ક્ષેત્રમાં ફેલાયેલો એક નાનકડો દેશ છે. આ દેશ વર્ષ 1941મા ઇટાલીમાંથી આઝાદ થયો હતો. અહીંની વસ્તી 58 લાખ છે અને 69 ટકા લોકો ગરીબ છે.

મડાગાસ્કર:

સાતમો સૌથી ગરીબ દેશ મડાગાસ્કર છે. આ દેશ 150 વર્ષ પહેલા આફ્રિકાથી અલગ થઈ ચૂક્યો છે. અહીં એક સમયે માત્ર ગુંડાઓનું રાજ હતું. 19મી સદીના અંતમાં ફ્રાન્સે પોતાનો ઉપનિવેશ દેશ બનાવી લીધો હતો. અહીંની વસ્તી 2.63 કરોડ છે તેમાં 68.7 ટકા લોકો ગરીબ છે.

બારુંડી:

આઠમો ગરીબ દેશ છે બારુંડી. અહીં વર્ષ 1993-2005 સુધી જનજાતિય સંઘર્ષ ચાલતો રહ્યો. તેના કારણે 2 લાખથી વધારે લોકોએ જીવ ગુમાવ્યા. ત્યારબાદ રાજનૈતિક સ્થિરતા આવી. તેની સીમાઓ રવાંડા, દક્ષિણ અને પૂર્વમાં તંજાનિયા અને પશ્વિમમાં કૉંગોને મળે છે. આ દેશની જનસંખ્યા 1.1 કરોડ છે અને તેમાં 66.9 ટકા લોકો ગરીબ છે.

સિએરા લિયોન:

નવમો સૌથી ગરીબ દેશ છે સિએરા લિયોન. તેનું કુલ ક્ષેત્રફળ 71.740 વર્ગ કિલોમીટર છે. અહીં ગરમી વધારે પડે છે. તેના ઉત્તર-પુર્વીમાં ગિની, દક્ષિણ-પૂર્વમાં લાઇબેરિયા અને દક્ષિણ-પશ્વિમમાં અંધ મહાસાગર છે. આ દેશની વસ્તી 70.75 લાખ છે અને 66.4 ટકા લોકો ગરીબ છે.

સાઓટોમ અને પ્રિન્સિપે:

દસમો સૌથી ગરીબ દેશ સાઓટોમ અને પ્રિન્સિપે છે. આ બંને દ્વીપ કેમરૂન અને જ્વાળામુખી પર્વત શૃંખલાનો ભાગ છે. અહીં સુંદર સમુદ્ર કિનારો છે. અહીંના લોકો ખેતી અને વન્ય ઉત્પાદન પર નિર્ભર છે. આ દેશની જનસંખ્યા 20 હજાર છે જ્યારે 66.2 ટકા લોકો ગરીબ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp