અમેરિકાની ધમકી- જો ચીન તાઇવાન પર હુમલો કરશે, તો તેને મોટી કિંમત ચૂકવવી પડશે

PC: republicworld.com

હાલ આખા વિશ્વની નજર એશિયા પર ટકેલી છે. અમેરિકન સ્પીકર નેન્સી પેલોસીની હાલની તાઇવાન યાત્રા બાદ એશિયામાં યુદ્ધનું જોખમ તોળાઇ રહ્યું છે. પેલોસીની યાત્રા સંપન્ન થતા જ તાઇવાનના ચારે અને હવે એકથી એક ચડિયાતા યુદ્ધાભ્યાસની શરૂઆત થઇ ગઇ છે. આનાથી સીધી રીતે તાઇવાન અને અમેરિકાને પડકાર આપવો સમજાશે. તાઇવાને ચીનના આ પગલાની આલોચના કરતા કહ્યું કે, તે યુદ્ધની સ્થિતિ માટે પણ સંપૂર્ણ રીતે તૈયાર છે. જો વાસ્તવમાં તાઇવાનની ખાડીમાં યુદ્ધ થશે તો વૈશ્વિક અર્થવ્યવસ્થાએ મોટી કિંમત ચૂકવવી પડશે અને દુનિયાની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ચીને મોટું નુકસાન ઉઠાવવું પડશે.

કોરોના મહામારીના કારણે વૈશ્વિક અર્થતંત્ર પહેલાથી જ પ્રભાવિત હતું. હાલ કોરોના મહામારીના કારણે ઉત્પન્ન વ્યવધાન દૂર થઇ રહી હતી કે, પૂર્વ યુરોપમાં જંગની શરૂઆત થઇ ગઇ છે. ફેબ્રુઆરી મહિનામાં યુક્રેનની ઉપર રશિયાએ હુમલો કરતા જ વૈશ્વિક અર્થવ્યવસ્થાની સમક્ષ નવો પડકાર ઉત્પન્ન થઇ ગયો છે. યુક્રેન રશિયા યુદ્ધના કારણ ગ્લોબલ સપ્લાઇ ચેન પર માઠી અસર પડી છે, ખાસ કરીને અનાજના વૈશ્વિક બજારમાં પરિસ્થિતિ બેકાબુ થઇ ગઇ છે. કેટલાક દેશોમાં ખાવા પીવાની અછત થઇ ગઇ છે.

તેની સાથે જ કાચા તેલના ભાવ આસમાને પહોંચી ગયા છે, જેના કારણે વિકાસશીલ દેશો તકલીફ ભોગવી રહ્યા છે. હવે જો ચીન અને તાઇવાન વચ્ચે યુદ્ધ થશે તો ગ્લોબલ ઇકોનોમીની સપ્લાઇ ચેન વિખેરાઇ જશે અને સૌથી ખરાબ પરિસ્થિતિ આવી શકે છે. ચીન વિશ્વની ફેક્ટરી તરીકે જાણીતું છે, જ્યારે કેટલીક મહત્વની ઇન્ડસ્ટ્રીની કરોડરજ્જૂ મનાતા સેમીકન્ડક્ટર માટે તાઇવાન હબ છે.

ચીનની સરકારી ટેલીવિઝનના એક રિપોર્ટ અનુસાર, હાલ ચીનની સેના તાઇવાનની આસપાસ સમુદ્રમાં યુદ્ધાભ્યાસ કરી રહી છે. આ યુદ્ધાભ્યાસ હેઠળ પાણી અને હવામાં ગોળીબાર પણ શામેલ છે. તાઇવાનના નજીકના લોકેશન્સ પર એક સાથે થઇ રહેલા યુદ્ધાભ્યાસ રવિવાર સુધી ચાલશે. આ યુદ્ધાભ્યાસના કારણે એક રીતે તાઇવાનના સમુદ્રી રસ્તાઓ ચારે બાજુથી બંધ થઇ ગયા છે. ઉત્તર, પૂર્વ અને દક્ષિણમાં તો યુદ્ધાભ્યાસના લોકેશન્સ તાઇવાનથી 12 નોટિકલ માઇલના દાયરામાં છે. તાઇવાન ચીનની આ હરકતને ઇંટરનેશનલ ઓર્ડરનું ઉલ્લંઘન ગણાવી રહ્યું છે. તાઇવાન મિલિટ્રીના સીક્રેટ લોકેશન્સ પર ચીનના ડ્રોન ઉડાણ ભરી રહ્યા છે એવો દાવો પણ કરાઇ રહ્યો છે.

ચીનની આ હરકતના કારણે અમેરિકા તથા અન્ય પશ્ચિમી દેશોએ આપત્તિ વ્યક્ત કરી છે. સાત વિકસિત દેશોના સમૂહ G7ના વિદેશ મંત્રીઓએ એક નિવેદન જાહેર કરીને ચીનના આ પગલાની નિંદા કરી છે. આસિયાન દેશોના વિદેશ મંત્રીઓએ પણ ચીનના યુદ્ધાભ્યાસ પર ચિંતા વ્યક્ત કરી છે. ચીને અમેરિકા વિરૂદ્ધ આર્થિક મોર્ચે પણ કઠોર પગલા ઉઠાવવાની ચેતવણી આપી છે. આ બધા ઘટનાક્રમમાં આ વાતનો અંદાજ લગાવાઇ રહ્યો છે કે, ટ્રંપના સમય વાળું ટ્રેડ વોર ફરી ન ચાલુ થાય. ટ્રંપના કાર્યકાળ દરમિયાન ચીન અને અમેરિકા વચ્ચે ચાલેલા ટ્રેડ વોરે બન્ને અર્થવ્યવસ્થાઓને મોટું નુકસાન પહોંચાડ્યું હતું. આ દરમિયાન ચીનની ઉપર લાગેલા પ્રતિબંધો હજુ સુધી હટ્યા નથી અને તે પહેલા જ નવું સંકટ સામે આવી ગયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp