તસલીમા નસરીને કહ્યુ- ક્રિકેટ ન હોત તો ISISમાં સામેલ થાત મોઇન અલી, આર્ચર બોલ્યો..

PC: republicworld.com

ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરે બાંગ્લાદેશી લેખિકા તસ્લીમા નસરીનની એ ટ્વીટની નિંદા કરી છે જેમાં તેણે મોઇન અલી પર આપત્તિજનક ટિપ્પણી કરી હતી. જોફ્રા આર્ચર હાલમાં ઈજાને કારણે IPL 2021માં રાજસ્થાન રોયલ્સની ટીમનો ભાગ નથી. તો મોઇન અલી CSK ટીમનો ભાગ છે. જેની કેપ્ટન્સી મહેન્દ્ર સિંહ ધોની કરી રહ્યો છે. મોઇન અલી પહેલીવાર ધોનીના નેજા હેઠળ રમશે.

ISIS જોઇન કરી લીધું હોત...

ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરે મંગળવારે બાંગ્લાદેશી લેખિકા તસ્લીમા નસરીન પર નિશાનો સાધ્યો છે. તસ્લીમાએ ઈંગ્લેન્ડના ખેલાડી મોઇન અલી પર આપત્તિજનક ટિપ્પણી કરી હતી. તસ્લીમાએ ટ્વીટ કરી હતી કે ઈંગ્લેન્ડના આ ઓલરાઉન્ડર જો ક્રિકેટ ન રમ્યો હોત તો તેણે ISIS જોઇન કરી લીધું હોત.

નસરીનની આ ટિપ્પણી એ ખબરના એક દિવસ પછી આવી જેમાં કહેવામાં આવ્યું હતું કે અલીએ ચેન્નઇ સુપર કિંગ્સને આગ્રહ કર્યો છે કે તેની જર્સી પરથી આલ્કોહોલિક બ્રાન્ડનો લોગો હટાવી દેવામાં આવે. જોકે, CSKના સીઈઓ કાશી વિશ્વનાથે ત્યાર બાદ આ દાવાઓને ફગાવી નાખ્યા અને ચોખવટ કરી કે ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર દ્વારા આ પ્રકારનો કોઇ આગ્રહ કરવામાં આવ્યો નથી.

ત્યાર બાદ બાંગ્લાદેશી પત્રકાર નસરીને સોમવારે ટ્વીટ કરી અને લખ્યું, જો મોઇન અલી ક્રિકેટની સાથે ન જોડાતે તો તે સીરિયા જઇને ISIS જોઇન કરી ચૂક્યો હોત. સોશિયલ મીડિયામાં નસરીનને પોતાની આ ટિપ્પણી પછી ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે અને ટીકા થઇ રહી છે.

નસરીનને આ ટ્વીટનો વળતો જવાબ ઈંગ્લેન્ડના અલીના સાથી ખેલાડી જોફ્રા આર્ચરે આપ્યો છે. જોફ્રાએ નસરીનને જવાબ આપ્યો કે, શું તું ઠીક છે? મને નથી લાગતું કે તું ઠીક છે. વ્યંગ લાગી રહ્યો છે તને આ? કોઈ પણ હંસી નથી રહ્યું, તમે પણ નહીં, તમે એટલું કરી શકો કે આ ટ્વીટ ડીલિટ કરી દો.

એક અન્ય ટ્વીટમાં નસરીને પોતાની ટ્વીટનો બચાવ કરતા તેને મજાકમાં કહેવામાં આવેલું ગણાવ્યું. જોકે, જોફ્રાએ તેના પર આ વિવાદાસ્પદ લેખિકા પર નિશાનો સાધ્યો અને કહ્યું કે, બીજું કઇ નહીં તો તમે આ વિવાદાસ્પદ ટ્વીટને હટાવી તો શકો છો.

તસ્લીમાએ લખ્યું હતું કે, નફરત કરનારાઓને જાણ હોવી જોઇએ કે મોઇન અલી પર કરવામાં આવેલી ટ્વીટ મજાકમાં કરવામાં આવી હતી. પણ તેમણે મને આ બાબતે હેરાન કરવાનો મુદ્દો બનાવી દીધો. કારણ કે હું એક મુસ્લિમ સમાજને સેક્યુલર બનાવવાનું અને ઈસ્લામિક ધર્માંધતાનો વિરોધ કરું છું. માનવતાનું સૌથી મોટું દુર્ભાગ્યએ છે કે મહિલા સમર્થક વામપંથી, મહિલા વિરોધી ઈસ્લામિસ્ટનું સમર્થન કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp