26th January selfie contest

જો દુબઈ ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો ભૂલથી પણ ન કરતા આ કામ

PC: scoopwhoop.com

બુર્જ ખલિફા, ડેઝર્ટ સફારી, ગોલ્ડ, ધાઓ ક્રુઝ, મિરેકલ ગાર્ડન, ડાન્સિંગ ફાઉન્ટેન અને સુંદર ઈમારતો દુબઈ ફક્ત આ વસ્તુઓ માટે જ નથી જાણીતું બન્યું. આ દેશ સુંદરતાની સાથે તેના કડક તેમજ સખત નિયમો અને કાયદાઓ માટે પણ જાણીતો છે. જો તમે ટૂંક સમયમાં દુબઇ ફરવા જવાનું વિચારી રહ્યા છો, તો તે પહેલા તે દેશની આ જરૂરી વસ્તુઓ જાણી લો.

પબ્લિક પ્લેસ પર ન કરી શકાય ડાન્સ

કેટલાંક લોકો નૃત્ય કરતા પહેલા સ્થળ જોતા નથી પરંતુ દુબઈમાં આ યોગ્ય નથી. અહીં ડાન્સ કરવા માટે માત્ર બે જગ્યા છે. પ્રથમ પોતાનું ઘર, બીજું ક્લબ. આટલું જ નહીં દુબઇમાં લાઉડ મ્યુઝિક વગાડવા પર પણ સજાની જોગવાઈ છે.

પબ્લિક પ્લેસ પર દારૂ પીધું તો થશે જેલ

દુબઇમાં જાહેર સ્થળે દારૂ પીવું એ દંડનીય ગુનો છે. જેના માટે તમારે દંડ ભરવા સહિત જેલમાં પણ જવું પડે છે.

ડ્રગ્સના સેવન પર થઈ શકે છે આજીવન જેલ

જો તમારા બ્લ્ડ અથવા યુરિનમાં ડ્રગ્સની થોડી માત્રા પણ જોવા મળી તો તમને આજીવન માટે જેલની સજા થઈ શકે છે. એટલું જ નહીં, આ અપરાધની ફાંસીની સજા પણ મળી શકે છે.

પબ્લિક પ્લેસ પર ગળે લાગવું અપરાધ છે

મોટાભાગના લોકો રસ્તા પર મિત્રને જોઈને તેને ગળે મળે છે પરંતુ દુબઈમાં ખુશીને અંકુશમાં રાખવી પડે છે. કારણ કે, જો આવું કરતા દેખાઈ ગયા તો ત્યારબાદ સીધા જેલમાં જ જોવા મળશો.

રમઝાન દરમિયાન પબ્લિક પ્લેસ પર ન ખાઈ શકાય

ધારા 313 હેઠળ, રામઝાન મહિનામાં જાહેર સ્થળો પર કેટલાક ખોરાક અને પીણાંનું સેવન ગુનાની શ્રેણી હેઠળ આવે છે.

ઈસ્લામ અને રુલિંગ પરિવારની ખોદણીપર મળશે સજા

દુબઈમાં રહીને ઇસ્લામ અથવા તો પછી ત્યાં શાસન કરી રહેલા પરિવારની ખોદણી કરતા પકડાઈ ગયા તો પછી શું થશે તે કહેવાનું ઘણું મુશ્કેલ છે.

પગ ક્રોસ કરવો છે ગુનો

આ દેશમાં ક્યાંય પણ પગ ક્રોસ કરીને બેસવાથી પહેલા પોતાના જૂતાઓ પર ધ્યાન આપવું કે તે અરબ દિશામાં ન હોય. જો આ રીતે બેઠેલાં પકડાઈ ગયા તો મોટો દંડ ભરવો પડી શકે છે.

થમ્બ્ઝ અપ કરવું પડી જશે મોંઘું

આપણે ત્યાં સારા કામ માટે થમ્બ્ઝ અપ કરીને લોકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે પરંતુ દુબઈમાં તેને મિડલ ફિંગર તરીકે જોવામાં આવે છે.

OK સાઇન મનાય છે ખરાબ

જો તમે OK સાઇન બતાવીને કોઈ વસ્તુની તારીફ કરવા માંગો છો તો દુબઈમાં આવું કરવાથી બચજો. દુબઈમાં આ સાઇન પર બેન છે.

મરજી વગર ફોટા પાડવા અપરાધ છે

દુબઈમાં કોઈને પૂછ્યા વગર કોઇનો ફોટો પાડવો તે દંડને પાત્ર છે.

ક્રોસ ડ્રેસિંગ પર જશો જેલ

દુબઈમાં પુરુષ મહિલાઓના કપડાં નથી પહેરી શકતા અને જો કોઈ આવું કરે તો તેને જેલમાં સજા ભોગવવી પડે છે. જો તમે દુબઈ જઈ રહ્યા છો તો આટલી વાતોનું ધ્યાન ચોક્કસપણે રાખજો નહીં તો લેવાના દેવા થઈ જશે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp