26th January selfie contest

ચૂંટણી જીતીશ તો જેમને ટાલ પડી છે તેમની સારવાર કરાવીશઃ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર

PC: koreaherald.com

દક્ષિણ કોરિયામાં સત્તાધારી પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારે એક અજીબોગરીબ વાયદો કર્યો છે. તેને લઈને દેશમાં તીખી બહેસ છેડાઈ ગઈ છે. લી જાયે મ્યુંગ આ વર્ષે થનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર છે. તેમણે કહ્યું છે કે જો તેઓ જીત્યા તો સ્વાસ્થ્ય વીમા હેઠળ વાળ ખરી જવાની સારવારને પણ સામેલ કરવામાં આવશે. આ વાયદાથી એ લોકો ખુશ છે જે ટાલિયા કે વાળ ખરી જવાની સમસ્યાથી પરેશાન છે. લી જાયે મ્યુંગે આ અઠવાડિયે વાયદો દેશ સામે રાખ્યો હતો.

ત્યારથી અહીં સોશિયલ મીડિયા પર પક્ષ અને વિપક્ષમાં સંદેશોનો પૂર આવી ગયો છે. અનેક લોકોએ આ વાયદાનું સમર્થન કર્યું છે પરંતુ ઘણા લોકોએ કહ્યું કે આ વોટ મેળવવાનો એવો જ પ્રયત્ન છે જેમ અત્યાર સુધી ટાલિયા લોકો ફરીથી વાળ ઉગાડવા માટે કરતા રહ્યા છે. લી જાયે મ્યુંગના જણાવ્યા મુજબ લગભગ 1 કરોડ લોકો વાળ ખરવાની સમસ્યાથી પીડિત છે. તેમાંથી ઘણા લોકો વાળ ખરતા રોકવા માટે ઓનલાઇન માધ્યમથી વિદેશથી દવા મંગાવે છે. આ દવાઓ ખૂબ મોંઘી પડે છે એટલે લી જાયે મ્યુંગે પ્રસ્તાવ રાખ્યો છે કે ફરી વાળ ઉગાડવાની સારવારને હેલ્થ ઈન્શ્યોરન્સ પોલિસી હેઠળ સામેલ કરવામાં આવશે.

દક્ષિણ કોરિયાની વસ્તી 5 કરોડથી વધારે છે. લી જાયે મ્યુંગે એક ફેસબુક પોસ્ટમાં લોકોને એ વાત બતાવવા કહ્યું કે વાળ ખરવાની સારવાર કરાવવા માટે તેમને કેટલી પરેશાની થઈ. પછી લખ્યું કે હું વાળ ખરવાની સારવાર માટે એક પરફેક્ટ પોલિસી રજૂ કરીશ. ત્યારથી પ્રતિક્રિયાઓ આપનારા લોકોનો સોશિયલ મીડિયા પર પૂર જેવો આવી ગયો છે. આ સમસ્યાથી પીડિત લોકોએ પોતાનું ઓનલાઇન ગૃપ પણ બનાવી લીધું છે. ડેમોક્રેટિક પાર્ટીએ એવા ગ્રૃપની ઓનલાઇન બેઠક કરી છે.

ઘણા લોકોએ પોતાની સમસ્યા સોશિયલ મીડિયા પર લખી છે અને એ જણાવ્યું કે વાળ ઉગાડવા માટે તેઓ કેટલી રકમ ખર્ચ કરી ચૂક્યા છે પરંતુ આ વાયદાની નિંદા પણ થઈ છે. વિપક્ષે તેને લી જાયે મ્યુંગનો વોટ મેળવવાનો જુગાડ ગણાવી દીધો છે. વ્યવસાયે ડૉક્ટર રહી ચૂકેલા અને નાની પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર અહન ચિયોલ સૂએ તેને વધુ એક ગેરજવાબદારીભર્યો વાયદો ગણાવ્યો છે. તેના બદલે તેમણે વાયદો કર્યો છે કે તેઓ રાષ્ટ્રપતિ બન્યા તો જેનરિક દવાઓની કિંમત ઘટાડશે.

વિશ્લેષકોનું કહેવું છે કે દક્ષિણ કોરિયા બર્ની સેન્ડર્સ બનાવવા માગે છે. અમેરિકાના સ્પેશિયાલિસ્ટ નેતા બર્ની સેન્ડર્સ ત્યાં હેલ્થ કેર પોલિસીઝમાં ચશ્મા, સાંભળવાની મશીન, ડેન્ચર વગેરેને સામેલ કરવા માટે સતત સંઘર્ષ કરી રહ્યા છે. લી જાયે મ્યુંગે દેશમાં યૂનિવર્સલ બેઝિક ઇનકમની વ્યવસ્થા કરવાનો વાયદો પણ કર્યો છે. એ પહેલા લી ગ્યોનગી પ્રાંતના ગવર્નર હતા. ત્યાં કોરોના મહામારી દરમિયાન તેમના દ્વારા ઉઠાવવામાં આવેલા પગલાં ખૂબ લોકપ્રિય થયા. મીડિયા રિપોર્ટ્સ મુજબ દક્ષિણ કોરિયામાં કુલ કેટલા લોકો વાળ ખરવાની સમસ્યાથી પીડિત છે તેનો કોઈ સત્તાવાર આંકડો ઉપલબ્ધ નથી પરંતુ નેશનલ હેલ્થ ઈન્શ્યોરન્સ સર્વિસના આંકડાઓ મુજબ વર્ષ 2020મા 2 લાખ 30 હજાર લોકો આ સમસ્યાની સારવાર કરાવવા માટે હૉસ્પિટલે પહોંચ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp