સાઉદી અરબમાં નહીં પણ અહીં મળે છે સૌથી સસ્તું પેટ્રોલ, કિંમત છે માત્ર 65 પૈસા

PC: dnaindia.com

ભારતમાં પેટ્રોલની કિંમત ઘટવાનું નામ નથી લઈ રહી તેનાથી દેશની જનતા ખૂબ પરેશાન છે કારણ કે તેના કારણે અન્ય ચીજો પણ મોંઘી થઈ રહી છે. આજે આમે તમને જણાવીશું એ દેશો વિશે જ્યાં ભારતથી સસ્તું અને મોંઘું પેટ્રોલ મળે છે. તમને જણાવી દઈએ કે ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં પેટ્રોલનો ભાવ ભારતની સરખામણીએ 24 રૂપિયાથી પણ વધુ સસ્તું છે. ચાલો જાણીએ અન્ય દેશો વિશે.

આ દેશોમાં મળે છે ભારત કરતાં સસ્તું પેટ્રોલ:

  • તમને કદાચ જ આ ભાવ જાણીને વિશ્વાસ થશે કે વેનેઝુએલામાં પેટ્રોલનો ભાવ માત્ર 65 પૈસા છે.
  • સુદાનમાં એક લીટર પેટ્રોલની કિંમત 22.13 રૂપિયા છે. આ દેશ પણ પોતાની જરૂરિયાત કરતા વધુ ક્રૂડનું ઉત્પાદન કરે છે.
  • કુવૈતમાં એક લીટર પેટ્રોલની કિંમત 22.78 રૂપિયા છે. કુવૈત પણ ક્રૂડ ઓઈલની નિકાસ કરે છે.
  • ઈરાનમાં એક લીટર પેટ્રોલની કિંમત 23.43 રૂપિયા છે.
  • ઈજિપ્તમાં એક લીટર પેટ્રોલનો ભાવ 24.73 રૂપિયા છે.
  • પાકિસ્તાનમાં એક લીટર પેટ્રોલની કિંમત 49.47 રૂપિયા છે.

આ દેશોમાં મળે છે ભારત કરતા મોંઘું પેટ્રોલ:

  • ઇટલીમાં એક લીટર પેટ્રોલની કિંમત 123.67 રૂપિયા છે. અહીં પેટ્રોલની આયાત કરવામાં આવે છે.
  • નોર્વેમાં પણ પેટ્રોલની આયાત કરવામાં આવે છે. અહીં પેટ્રોલનો ભાવ 131.49 રૂપિયા છે.
  • મોનાકોમાં એક લીટર પેટ્રોલની કિંમત 132.14 રૂપિયા છે. અહીં પણ પેટ્રોલની આયાત કરવામાં આવે છે.
  • હોંગકોંગમાં એક લીટર પેટ્રોલની કિંમત 134.09 રૂપિયા છે.
  • આઈસલેન્ડમાં એક લીટર પેટ્રોલની કિંમત 135.68 રૂપિયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp