જો બાઇડેને ભારતીય અમેરિકન માલા અડિંગાને આપી આ મહત્ત્વની જવાબદારી

PC: dnaindia.com

અમેરિકામાં હાલમાં ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઈડેનની ટીમમાં પહેલી ભારતીય અમેરિકી મહિલાએ પોતાની જગ્યા બનાવી છે. જો બાઈડેને શુક્રવારે માલા ઓડિંગાને, પોતાની પત્ની અને અમેરિકાનાં ફર્સ્ટ લેડી જિલ બાઈડેનની નીતિ ડાયરેક્ટર રૂપમાં નિમણૂક કરી છે. માલા પહેલી ભારતીય અમેરિકી મહિલા છે, જે બાઈડેનની ટીમનો ભાગ બનશે. જોકે બાઈડેન પ્રશાસનમાં સામેલ થવા માટે અત્યારે કેટલાક ભારતીય વેઇટિંગ લિસ્ટમાં છે. આ એ ભારતીય અમેરિકી છે, જે બાઈડેનના ચૂંટણી કેમ્પેઇનમાં રાત-દિવસ જોડાયેલા રહ્યાં હતાં. તેમના વખાણ પોતે જો બાઈડેન કરી ચૂક્યા છે. તો આવો સૌથી પહેલા જાણીએ કે માલા અડિંગા કોણ છે? શું છે તેની ખાસિયત અને કેટલા ભારતીય છે જેમને મળી શકે છે બાઈડેન પ્રશાસનમાં ખાસ જગ્યા.

ભારતીય અમેરિકી માલા અડિંગાની ખાસિયત:

  1. માલાએ અમેરિકાની ફર્સ્ટ લેડી જિલ બાઈડેનના વરિષ્ઠ સલાહકાર અને જો બાઈડેનના ચૂંટણી કેમ્પેઇનમાં એક વરિષ્ઠ નીતિ સલાહકારના રૂપમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેના પહેલા માલા, બાઈડેન ફાઉન્ડેશનમાં ઉચ્ચ શિક્ષણ અને સૈન્ય પરિવારો માટે ડાયરેક્ટર પણ હતાં.
  2. માલાને વ્હાઇટ હાઉસમાં કામ કરવાનો સારો એવો અનુભવ છે. પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના પ્રશાસનમાં તેણે શૈક્ષણિક અને સાંસ્કૃતિક બાબતોના બ્યુરોમાં શૈક્ષણિક કાર્યક્રમો માટે સહાયક સચિવના રૂપમાં પણ કામ કર્યું છે. એ ઉપરાંત માનવાધિકાર ડાયરેક્ટર અને વૈશ્વિક મહિલા મુદ્દાઓના કાર્યાલય સચિવના રૂપે પણ કામ કરી ચૂકી છે.
  3. માલાનો મૂળ નિવાસ ઈલિનોઈસ છે. ગ્રિનલ કોલેજ, યુનિવર્સિટી ઓફ મિનેસોટા સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થ અને શિકાગો લો સ્કૂલમાં તેણે ઉચ્ચ શિક્ષણ લીધું છે. વર્ષ 2008મા પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની ચૂંટણી કેમ્પઈનમાં સામેલ થવા પહેલા તે શિકાગો ફાર્મ માટે કામ કરતી હતી. ઓબામા પ્રશાસનમાં તેણે એસોસિએટ એટર્ની જનરલના રૂપમાં શરૂઆત કરી હતી.

 આ ભારતીય અમેરિકી પણ વેઇટિંગ લિસ્ટમાં:

અરુણ મજૂમદાર:

અમેરિકી ઉર્જા વિભાગના પહેલા ડાયરેક્ટર હતા અરુણ મજૂમદાર. અરુણ મજૂમદારે ઉન્નત ઉર્જા ટેક્નોલોજી અનુસંધાન અને વિકાસને પ્રોત્સાહન આપ્યુ. માર્ચ 2011-જૂન 2012 સુધી ઊર્જા કાર્યવાહકના રૂપમાં કામ કર્યું. બાઈડેનના ચૂંટણી કેમ્પેઈનમાં તેણે મહત્વની ભૂમિકા ભજવી હતી.

ડૉ. વિવેક મૂર્તિ:

એક ડૉક્ટર અને પૂર્વ જનરલ સર્જન વિવેક મૂર્તિએ હાલના મહિનાઓમાં કોરોના વાયરસ મહામારીને પહોંચી વળવા માટે જો બાઈડેનના સલાહકાર બોર્ડના સહ-અધ્યક્ષના રૂપમાં પ્રમુખતા મેળવી છે. તેના કારણે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં તેણે પોતાની સર્વોચ્ચ પ્રાથમિકતા મેળવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp