શું ચીનમાં ભારતીય છાપા-વેબસાઈટ પર લાગ્યો બેન?

PC: newsd.in

ભારતનો 59 ચાઈનીઝ એપ્સ પર બેન લગાવ્યા પછી હવે ચીનથી ખબર સામે આવી રહી છે કે ચીનમાં ભારતીયો છાપા અને વેબસાઇટ એક્સેસ નથી કરી શકતા. રિપોર્ટ અનુસાર, બીજિંગમાં VPN વિના સર્વરની સાઇટ્સ એક્સેસ થઈ રહી નથી.

બીજિંગમાં ડિપ્લોમેટિક સોર્સ દ્વારા કહેનામાં આવ્યું છે કે ભારતીય ટીવી ચેનલોને IP સર્વર દ્વારા જ એક્સેસ થઈ રહ્યા છે. તો પાછલા 2 દિવસોથી આઈફોન અને ડેસ્કટોપ પર એક્સપ્રેસ VPN પણ ચાલી રહ્યું નથી. VPN પબ્લિક નેટવર્કમાં પ્રાઈવેટ નેટવર્ક આપે છે. સેંસરશિપમાં પણ તેના માધ્યમે કોઇપણ વેબસાઇટને ખોલી શકાય છે. રિપોર્ટ અનુસાર, ચીને ટેક્નોલોજિકલ એડવાન્સ ફાયરવોલ બનાવી છે, જે VPNને પણ બ્લોક કરી દે છે.

તેના માધ્યમે ચીન ન માત્ર ભારતીય વેબસાઈટ્સને બ્લોક કરી રહ્યું છે, બલ્કે BBC અને CNNની ન્યૂઝ સ્ટોરી પણ ફિલ્ટર કરે છે. હોંગકોંગ પ્રદર્શનથી જોડાયેલી કોઈ પણ ન્યૂઝ આ સાઇટ્સ પર આવે છે તો તે ઓટોમેટિક રીતે બ્લેકઆઉટ થઈ જશે અને તે કન્ટેન્ટ હટતા તે ફરી નજર આવવા લાગે છે.

ભારતે બેન કર્યા 59 ચાઈનીઝ એપ્સ

ભારત સરકારે TikTok સહિત 59 ચાઈનીઝ એપ્સને બેન કરી દીધી છે. જેમાં TikTok, UC Browser, Helo, Bigo Live, Vigo Video, ShareIT, Xender, 360 Security જેવી ઘણી એપ્સ સામેલ છે.

ભારતના આ પગાલ પછી ચીન સરકાર તરફથી રિએક્શન સામે આવ્યું છે. ચીનની સરકારી મીડિયાએ કહ્યું કે, ચીની સામાનના બહિષ્કાર માટે ભારત પણ હવે અમેરિકા જેવા બહાના શોધી રહ્યું છે. ભારત એવી વાતો બનાવી રહ્યું છે તે ચીનના ઉપકરણોમાં માલવેર, ટ્રોજન હોર્સેસ છે. ભારત ચીનના ઉત્પાદનો પર રોક માટે અમેરિકાને કોપી કરી રહ્યું છે. ભારતના આ પગલાથી તેમની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચશે. ભારત ચીનથી 42 મિલિયન ડૉલરના સોલર મોડ્યુલ આયાત કરે છે. તો ભારતીય વીજળી કંપનીઓ પણ ચીનના ઉપકરણોની મદદથી કામ કરી રહ્યા છે.

જણાવી દઈએ કે, 5 જૂનની રાતે બંને દેશોની વચ્ચે થયેલા હિંસક ઘર્ષણમાં ભારતના 20 જવાનો શહીદ થયા હતા તો 75 ભારતીય જવાનો ઈજાગ્રસ્ત થયા હતા. ત્યાર પછીથી ચીના સાથે તણાવમાં સતત વધારો થઈ રહ્યો છે. સેનાના સૂત્રો અનુસાર, ચીનના એક કર્નલનું મોત થયું હતું. તો તેમાં 43 ચીની સૈનિકોને નુકસાન થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp