ભારતીય મૂળની પત્રકાર મેઘાને મળ્યો પુલિત્ઝર એવોર્ડ,દુનિયા સામે ખોલી હતી ચીનની પોલ

PC: cambadenglish.com

ભારતીય મૂળની પત્રકારલ મેઘા રાજગોપાલનને પુલિત્ઝર એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. તેણે અશાંત શિંજિયાંગ પ્રાંતમાં લાખો મુસલમાનોને કસ્ટડીમાં રાખવાના લક્ષ્યથી ચીન દ્વારા ખાનગી રીતે બનાવવામાં આવેલી જેલ અને અન્ય ભવનો અંગેની જાણકારી સાર્વજનિક કરી હતી. ઈન્ટરનેશનલ રિપોર્ટીંગ કેટેગરીમાં શિંજિયાંગ પ્રાંતની સીરિઝ માટે રાજગોપાલનને આ સન્માન આપવામાં આવ્યું છે. બઝફીડ ન્યૂઝની રાજગોપાલન સહિત બે અન્ય પત્રકારોને ઈનોવેટિવ ઈન્વેસ્ટીગેશન પત્રકારિતા માટે પુલિત્ઝર એવોર્ડ આપવામાં આવ્યો છે. આ પત્રકારિતાના ક્ષેત્રમાં આપવામાં આવતો અમેરિકાનો સર્વશ્રેષ્ઠ એવોર્ડ છે.

ટેમપાબે ટાઈમ્સની નીલ બેદીને લોકલ રિપોર્ટીંગ માટે પુલિત્ઝર એવોર્ડ મળ્યો છે. તે એક ખોજી રિપોર્ટર છે. બેદીની સાથે સાથે કૈથલીન મૈકગ્રોરીને પણ આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. મૈકગ્રોરીને શેરિફ ઓફિસની એક પહેલને ઉજાગર કરનારી સીરિઝ માટે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે, જે ભવિષ્યમાં અપરાધી લોકોની ઓળખ કરવા માટે એક કમ્પ્યુટર મોડલિંગનો ઉપયોગ કરે છે. આ કાર્યક્રમ હેઠળ બાળકો સહિત 1000 લોકો પર નજર રાખવામાં આવી હતી.

વર્ષ 2017માં ચીનના શિંજિયાંગ પ્રાંતમાં લાખો મુસ્લિમોને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. તે સમયે રાજગોપાલન પહેલી હતી જેણે ઈન્ટરનેશનલ કેમ્પની મુલાકાત લીધી હતી. તે સમયે ચીને એવી કોઈ જગ્યા હોવાનો ઈન્કાર કરી દીધો હતો. બઝફીઝ ન્યૂઝે પુલિત્ઝર એવોર્ડ માટેની એન્ટ્રી પર લખ્યું હતું- આ ખબરના જવાબમાં ચીની સરકારે તેને ચુપ કરાવવાની કોશિશ કરી, તેના વિઝા કેન્સલ કરી દીધા અને તેને દેશમાંથી કાઢી મુકી હતી.

લંડનમાં રહીને પત્રકારિતા કરી રહેલી મેઘા રાજગોપાલને તે સમયે ચૂપ રહેવાનો ઈન્કાર કરી દીધો હતો અને પોતાના બે સહયોગિની સાથે મળીને ચીનના જુઠ્ઠાણાને બેનકાબ કરી દીધું હતું. બઝફીડ ન્યૂઝના એડિટર ઈન ચીફ માર્ક શોફે કહ્યું છે કે, શિંજિયાંગ પ્રાંતની સ્ટોરીએ બતાવ્યું હતું કે આ આપણા સમય દરમિયાનનું સૌથી ખરાબ માનવાધિકારોનું હનન છે. મેઘા રાજગોપાલનના પુલિત્ઝર એવોર્ડ જીત્યા પછી તેણે બઝફીડ ન્યૂઝને કહ્યું હતું કે, તે આ શોને લાઈવ જોઈ શકી ન હતી કારણ કે તેને એવોર્ડ જીતવાની કોઈ આશા ન હતી. મેઘાને આ અંગે ત્યારે ખબર પડી જ્યારે માર્ક શોફેને તેને અભિનંદન પાઠવવા માટે ફોન કર્યો. રાજગોપાલને કહ્યું પહેલા તો મને શોક લાગ્યો હતો, મેં તેની સહેજ પણ આશા રાખી ન હતી. તેણે એવોર્ડ બદલ તેની કંપની, ટીમ અને પોતાના સાથીઓનો આભાર માન્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp