કોરોનાના ડરથી આ દેશની સરકારે સંબંધ બનાવવા પર જાહેર કરી અજીબોગરીબ ગાઈડલાઈન્સ

PC: aajtak.in

કોરોના વાયરસના સંકટ સમયે હેલ્થ એક્સપર્ટ્સ દરેક એ રસ્તો અપનાવી રહ્યા છે, જેનાથી સંક્રમણનો ખતરો ઓછો કરવામાં આવી શકે. દુનિયાના તમામ દેશોની જે ઓસ્ટ્રેલિયાએ પણ કોરોનાને લઈને નિયમ-કાયદા બનાવ્યા છે. સાર્વજનિક સ્થળો પર ઓછામાં ઓછી દોઢ મીટરની દૂરી, હેન્ડવોશ અથવા પાર્ટનરને કમર તરફથી ગળે લગાવવા જેવી બાબતો પર પણ જોર આપવામાં આવી રહ્યું છે. આ વચ્ચે ઓસ્ટ્રેલિયાની હેલ્થ ઓથોરિટી બેડરૂમમાં કપલ માટે જાહેર કરેલી એક એજીબોગરીબ કોવિડ સેફ્ટી ગાઈડલાઈન્સને લીધે ચર્ચામાં છે.

ન્યુ સાઉથ વેલ્સની હેલ્થ વેબસાઈટ પર પ્લેસેફના સજેશન જોયા પછી દરેક પોતાનું માથું પકડી રહ્યા છે. કોરોના વાયરસથી બચવા માટે લોકોએ સેક્સ દરમિયાન દોઢ મીટરની દૂરી બનાવી રાખવા માટેની સિફારીશ કરવામાં આવી છે. બેડરૂમમાં પાર્ટનરની સાથે શારીરિક સંબંધ બનાવતી વખતે ફિઝીકલ ડિસ્ટન્સ બનાવી રાખવાની સલાહ આપવામાં આવી છે. હદ તો ત્યારે થઈ જ્યારે સુરક્ષિત રહેવા માટે લોકોને સોલો સેક્સ કરવાની સલાહ આપવામાં આવી. નવી ગાઈડલાઈન્સ પ્રમાણે, જો તમે કોઈ એવા વ્યક્તિની સાથે સંબંધ બનાવી રહ્યા છો, જે તમારી સાથે પહેલેથી રહી રહ્યો છે તો ગભરાવવાની કોઈ જરૂર નથી. પરંતુ જે લોકો કેઝ્યુઅલ સેક્સ કરી રહ્યા છે, તેમના માટે હેલ્થ એક્સપર્ટ્સે કેટલીક સિફારીશ કરી છે.

વેબસાઈટ પર જણાવ્યા પ્રમાણે, કોઈ બહારની વ્યક્તિ સાથે શારીરિક સંબંધ બનાવવો અત્યારે જોખમી છે અને દોઢ મીટરના ફિઝીકસ ડિસ્ટન્સને લીધે આમ ન કરવાની સલાહ આપવામાં આવી છે. કોવિડ-19ના સંકટકાળમાં સોલો સેક્સને જ સૌથી સુરક્ષિત માનવામાં આવ્યું છે. જોકે હેલ્થ એક્સપર્ટ્સની આ સલાહ વિરોધાભાસ પણ ઉત્પન્ન કરે છે. અસલમાં એનએસડબલ્યુ હેલ્થ ઓથોરિટીઝ તમારા પાર્ટનરની સામે નિશ્ચિત દૂરી બનાવીને તમારી યૌન સંતુષ્ટીને પૂરી કરવાની સલાહ આપી રહ્યું છે.

એક્સપર્ટ્સના કહેવા પ્રમાણે, આવું કરવાથી ન માત્ર કોવિડ-19 પરંતુ સેક્સ્યુઅલ ટ્રાન્શમિશન ડિસીઝ અથવા ઈન્ફેક્શનનો ખતરો પણ ઓછો થઈ જશે. સાથે જ તેનાથી બર્થ કંટ્રોલ કરવાની તરકીબ તરીકે પણ જોઈ શકાય તેમ છે. હજુ સુધી સ્પર્મ અથવા વેલાઈનલ ફ્લુડના માધ્યમથી કોવિડ-19 નું ઈન્ફેક્શન ફેલાવવાના કોઈ લક્ષ્ય દેખાયા નથી. પરંતુ તે વાયરસ રેસ્પીરેટરી ડ્રોપલેટ અથવા લાળના માધ્યમથી ફેલાઈ શકે છે,આથી પાર્ટનરને કિસ કરવાથી બચવાની સલાહ પણ આપવામાં આવી છે. અને સંભવ હોય તો તમે ત્રણ લેયરવાળા માસ્કથી પોતાનું મોઢું અને નાકને સારી રીતે કવર કરી લેવું જોઈએ. આ ઉપરાંત લોકોને કોન્ડોમ અને ડેન્ટલ ડેમ જેવી વસ્તુઓનો ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp