ઇરાની સાંસદે ડોનાલ્ડ ટ્રમ્પને મારવા રાખ્યું આટલા રૂપિયાનું ઈનામ

PC: etimg.com

ઇરાનની સેનાના મેજર જનરલ કાસિમ સુલેમાનીની અમેરિકાએ તેમની વિરુદ્વ કાવતરું કરવાના આરોપમાં ડ્રોન હુમલો કરીને હત્યા કરી નાંખી હતી. ત્યારબાદ આ બંને દેશો વચ્ચે યુદ્વ જેવો માહોલ બની ગયો હતો. બંને દેશોના તણાવ વચ્ચે ઇરાને દુશ્મનનું વિમાન સમજીને યુક્રેનના આંતરરાષ્ટ્રીય વિમાનને તોડી પાડ્યું હતું, જેમા સવાર પાયલટ સહિત તમામ લોકોના મૃત્યુ થઇ ગયા હતા. ઇરાન અને અમેરિકા વચ્ચે તણાવ થોભવાનું નામ નથી લેતો. મંગળવારે ઇરાનના સાંસદે કાસિમ સુલેમાનીનો બદલો લેવા ડોનાલ્ડ ટ્રમ્પને મારનાર વ્યક્તિને ઇનામ આપવાની જાહેરાત કરી હતી.

ઇરાનના એક સાંસદ હમજેહે મંગળવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મારનાર વ્યક્તિને 30 લાખ ડૉલર (ભારતીય ચલણ અનુસાર લગભગ 21.35 કરોડ રૂપિયા) ઇનામ આપવાની જાહેરાત કરી હતી. એક અહેવાલ દ્વારા મળતી માહિતી અનુસાર, ઇરાનના આ સાંસદે સેનાના મેજર જનરલ કાસિમ સુલેમાનીના મોતનો બદલો લેવા આ જાહેરાત કરી હતી. મજલિસના સભ્ય અહમદ હમજેહે આ જાહેરાત મેજર જનરલ કાસિમ સુલેમાનીના નગર કેરમાનના રહેવાસીઓ તરફથી કરી હતી. કેરમાન શહેરના દક્ષિણ-પશ્વિમ ભાગ પાસે સ્થિત કાહનૌજ કાઉન્ટીના સાંસદ હમજેહે કહ્યું હતું કે, અમે ટ્રમ્પને મારનાર વ્યક્તિને 30 લાખ ડૉલરની રકમ આપીશું. જોકે હમજેહે એ જણાવ્યું ન હતું કે સંસદીય ચૂંટણીના લગભગ એક મહિના પહેલા ઇનામી જાહેરાતની રકમ કોણ આપશે.

Ahmad Hamzeh in parliament

તો બીજી તરફ જીનેવામાં નિઃશસ્ત્રીકરણ પર આયોજિત કોન્ફરન્સમાં હાજરી આપનારા અમેરિકી રાજદૂતે તેને બાલિશ હરકત ગણાવતા કહ્યું હતું કે, આ સત્તાએ પોતાનો વ્યવહાર બદલવાની જરૂર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp