ઈમરાન ખાને માન્યું, પાકિસ્તાન જાણતું હતું ઓસામા બિન લાદેનના ગુપ્ત સ્થાનો વિશે

PC: bbci.co.uk

પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISI (Pakistan’s spy agency ISI)એ CIAને એ જાણકારી આપી હતી, જેને કારણે અમેરિકાને અલ કાયદા પ્રમુખ ઓસામા બિન લાદેનને મારવામાં મદદ મળી હતી. વડાપ્રધાન ઈમરાન ખાને સોમવારે અમેરિકામાં એક મીડિયા હાઉસને આપેલા ઈન્ટરવ્યૂમાં આ સનસનીખેજ ખુલાસો કર્યો હતો.

ઈમરાન ખાનનું નિવેદન એટલા માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે કારણ કે, પાકિસ્તાન લાદેનના ગુપ્ત સ્થાને વિશે લાદેનના મૃત્યુ પહેલા કોઈપણ જાણકારી હોવા અંગે ઈનકાર કરતું રહ્યું છે. જણાવી દઈએ કે, 2 મે, 2011ના રોજ ઈસ્લામાબાદના છાવની નગર એબટાબાદમાં અમેરિકી નેવી સીલ કમાન્ડોની છાપેમારીમાં ઓસામા બિન લાદેનને ઠાર કરાયો હતો.

વડાપ્રધાન તરીકે પોતાની પહેલી અમેરિકા યાત્રા પર પહોંચેલા ઈમરાન ખાને એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તે ISI હતું, જેણે સૂચના આપી હતી, જેને કારણે CIAને ઓસામા બિન લાદેનના સ્થા વિશે જાણકારી મળી હતી. તેમણે કહ્યું કે, જો તમે CIAને પૂછશો તો તે ISI હતું જેણે ફોન મારફત શરૂઆતી સ્થાન વિશે જાણકારી આપી હતી.

પાકિસ્તાની વડાપ્રધાનને જ્યારે પૂછવામાં આવ્યું કે, શું તેમનો દેશ જેલમાં બંધ પાકિસ્તાની ડૉક્ટર શકીલ અફરીદીને છોડી મુકશે, જેમણે ઓસામાને શોધવામાં CIAની મદદ કરી રહીત. આ સવાલ પર ઈમરાન ખાન પાકિસ્તાની ડૉક્ટર અફરીદીને છોડવાની વાત અંગે કોઈપણ પ્રકારનું કમિટમેન્ટ આપવાથી દૂર રહ્યા. જોકે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શકીલ અફરીદીને છોડવામાં આવે તેવું ઈચ્છે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp