26th January selfie contest

આ દેશે કરી 100 આતંકી કેમ્પો પર એર સ્ટ્રાઇક

PC: aljazeera.com

ગાઝા પટ્ટી તરફથી મિસાઇલ હુમલો થયા બાદ ઇઝરાયલે પણ જવાબી કાર્યવાહીમાં એર સ્ટ્રાઇક કરી છે. ઇઝરાયલની સેનાએ કહ્યું છે કે, ગાઝા તરફથી બે મિસાઇલો વડે હુમલો કરવામાં આવ્યા બાદ સેનાએ જવાબી કાર્યવાહી કરી છે. ઇઝરાયલના લડાકુ વિમાનોએ શુક્રવારે સવારે દક્ષિણ ગાઝા પટ્ટીમાં ઉગ્રવાદી ઠેકાણાઓ પર હુમલા કર્યા હતા. આ કાર્યવાહી ઇઝરાયલના શહેર તલ અવીવ પર કરવામાં આવેલા રોકેટ હુમલા બાદ કરવામાં આવી છે.

આ કાર્યવાહી બાદ એવું લાગી રહ્યું છે કે ગાઝા અને ઇઝરાયલ વચ્ચે ફરી તણાવ વધશે. બંને દેશો વચ્ચે હાલના તબક્કે હિંસાનો કોઇ હેવાલ મળ્યો નથી. રોકેટથી ગુરૂવારે ઇઝરાયલના તેલ અવીવ શહેર પર હુમલો કરવામાં આવ્યો હતો. 2014 બાદ પહેલી વખત તેલ અવીવને નિશાન બનાવવામાં આવ્યું છે.

ઇઝરાયલ સેનાએ કહ્યું હતું કે, સેના આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવી રહી છે. સેનાએ આ ઉપરાંત કોઇ જાણકારી આપી ન હતી. પેલેસ્ટાઇન મીડિયા અનુસાર, સત્તાધારી હમાસ સમૂહના નૌકાસેનાને નિશાન બનાવવામાં આવ્યું છે. જો કે આ હુમલામાં કેટલું નુકસાન થયું છે તે વિશે કોઇ હેવાલ પ્રાપ્ત થયા નથી.

 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp