ઇટાલીના જીનોવામાં પુલ તૂટી પડ્યો, 39ના મોત

PC: twitter.com/ajplus

ઇટાલીના જીનોવામાં પુલ તૂટવાથી તેમાં મરનારની સંખ્યા વધીને 39 થઈ ગઈ છે. ઇટાલીના ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે ઇટાલીના મોરાંડી મોટરવે પુલનો 650 ફૂટ લાંબો હિસ્સો તૂટી નીચે પડ્યો હતો. આ ઘટનામાં 30થી વધુ કાર, ટ્રક સાથે અન્ય વાહનો પુલ નીચે દબાયા હતા.

ઇટાલીના પરિવહન મંત્રીએ તેને એક મોટી અને ગંભીર ઘટના જણાવી હતી અને કહ્યું કે આ ઘટના પાછળનું કારણ જાણી શકાયું નથી પરંતુ કદાચ પુલના બાંધકામમાં કોઈ પણ પ્રકારની ખામી રહી હશે ત્યારે જ આવી ઘટના બની.

વધુમાં તેમણે કહ્યું કે આ ઘટનાની તપાસના આદેશ આપી દીધા છે અને તપાસ પછી જ ઘટનાનું સાચું કારણ જાણી શકાશે. જે કંપનીએ આ પુલનું નિર્માણ કર્યું હતું તે કંપની વિરુદ્ધ તપાસના આદેશ આપી દીધા છે. ઘટના પછી બચાવ કાર્ય ચાલુ કરી દીધું છે. બચાવ કર્મીઓએ આખી રાત દરમિયાન સ્ટીલ અને કોન્ક્રીટનો કાટમાળ હટાવ્યો હતો અને નીચે ફસાયેલા લોકોને બહાર કાઢીને હોસ્પિટલ પહોંચાડ્યા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp