ટ્રમ્પની દીકરી ઈવાન્કાએ પહેર્યો સોનાના તારોથી ભરેલો અનારકલી ડ્રેસ, જુઓ ફોટા

PC: instagram.com

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના બે દિવસીય પ્રવાસે આવ્યા બાદ મંગળવારે રાત્રે 10 વાગ્યે US પાછા જતા રહ્યા. આ પહેલા તેમની મહેમાનગતિ અંતર્ગત રાષ્ટ્રપતિ ભવનમાં ડિનર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. પાર્ટીમાં તેમની પત્ની મેલાનિયા અને દીકરી ઈવાન્કા પણ હાજર રહ્યા હતા. પાર્ટીમાં ઈવાન્કાનો ટ્રેડિશનલ લુક પણ જોવા મળ્યો હતો.

ડિનર પાર્ટીમાં ઈવાન્કાએ ભારતીય ડિઝાઈનર રોહિત બલ દ્વારા ડિઝાઈન કરવામાં આવેલો ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસમાં ઈવાન્કા ખૂબ જ સુંદર લાગી રહી હતી.

ઈવાન્કાએ ફુલ લેન્થ અનારકલી સૂટ પહેર્યો હતો, જે રોહિતના સિગ્નેચર ફ્લોરલ એમ્બ્રોઈડરીમાંથી હતો. આ એક બંધ ગળાનો સૂટ હતો, જેમાં સુંદર ફ્લોરલ વર્ક કરવામાં આવ્યું હતું.

આ ડ્રેસમાં ખાસરીતે બંને સ્લીવ્ઝ પર સોનાના તારથી એમ્બ્રોઈડરી કરવામાં આવી હતી, જે તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહી હતી.

જણાવી દઈએ કે, અનારકલી સૂટ રોહિત બલના ગુલદસ્તા કલેક્શનમાંથી હતો, જેને વર્ષ 2018માં જ લોન્ચ કરવામાં આવ્યો હતો.

રોહિત બલ કાશ્મીર સાથે સંબંધ ધરાવે છે, આથી તેમણે પોતાના ખાસ કલેક્શનમાં કાશ્મીરમાં ખીલતા લાલ રંગના ગુલાબને પણ જગ્યા આપી છે.

ડોનાલ્ડ ટ્રમ્પના બે દિવસના પ્રવાસ દરમિયાન ઈવાન્કા બીજીવાર ટ્રેડિશનલ ડ્રેસમાં દેખાઈ હતી. આ પહેલા તેણે મંગળવારે મુર્શિદાબાદી સિલ્કમાંથી બનેલી આઈવરી શેરવાની પહેરી હતી.

આ શેરવાની ભારતીય ડિઝાઈનર અનીતા ડોંગરેએ ડિઝાઈન કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp