અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ જો બાઈડનનો ભારત સાથે જૂનો સંબંધ, કહી હતી આ વાત

PC: reuters.com

જો બાઈડન 20 જાન્યુઆરી 2021ના રોજ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકેના શપથ ગ્રહણ કરશે. પરંતુ શપથ ગ્રહણ કરતા પહેલા બાઈડન અંગેની ઘણી જાણકારીઓ સામે આવી રહી છે અને અમેરિકાની મીડિયામાં તેની ઘણી ચર્ચા પણ જોવા મળી રહી છે. આ ચર્ચાઓમાંની એક છે બાઈડનના પરિવારનું ભારતીય કનેક્શન. તો ચાલો જોઈ લઈએ આ અંગે વિસ્તારથી.

અસલમાં 2013માં એક સ્પીચ દરમિયાન બાઈડને જાતે જણાવ્યું હતું કે તેમના પરિવારનું ભારત સાથે કનેક્શન રહ્યું છે. ડેઈલી મેલ રિપોર્ટના કહેવા પ્રમાણે,પોતાની સ્પીચમાં બાઈડને કહ્યું હતું કે, 1970ના દશકમાં મને મુંબઈથી બાઈડન સરનેમવાળા એક વ્યક્તિનો પત્ર મળ્યો હતો. તેણે લખ્યું હતું કે અમારો એકબીજા સાથે કનેક્શન છે. તે વ્યક્તિએ પત્રમાં કહ્યું હતું કે આપણા પૂર્વજો ઈસ્ટ ઈન્ડિયા ટ્રેડિંગ કંપની માટે કામ કરતા હતા.

પછીથી બાઈડને તે વ્યક્તિનું નામ જ્યોર્જ બાઈડન જણાવ્યું હતું. જોક મીડિયા રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, આવી કોઈ વ્યક્તિના નામનો રેકોર્ડ જોવા મળ્યો નથી. તેવામાં લંડનના કિંગ્સ કોલેજમાં વોર સ્ટડીઝના વિઝીટીંગ પ્રોફેસર ટિમ વિલેસી વિલ્સે કહે છે કે આ વાતની વધારે સંભાવના છે કે બાઈડનનું કનેક્શન ક્રિસ્ટોફર બાઈડન સાથે હોય, જે ઈસ્ટ ઈન્ડિયા કંપની માટે કામ કરતા હતા.

જણાવી દઈએ કે અમેરિકાના આગામી ઉપ રાષ્ટ્રપતિ કમલા હૈરિસનો પરિવાર પણ ભારત સાથે કનેક્શન ધરાવે છે. કમલા હૈરિસની માતાનો જન્મ ભારતના ચેન્નાઈમાં થયો હતો. દિસચસ્પ વાત એ પણ છે કે ક્રિસ્ટોફર બાઈડન પણ ચેન્નાઈમાં રહેતા હતા અને તેમનું મૃત્યુ પણ 1858માં ચેન્નાઈમાં થયું હતું.

જોકે ધ ટાઈમ્સમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે બાઈડનના સંભવિત ભારતીય સંબંધીઓ અને હેરિસના પૂર્વજો વચ્ચે એક ખાસ અંતર હોઈ શકે છે કારણ કે કમલા હૈરિસ તેના દાદા અંગે જણાવી ચૂકી છે કે તેઓ ભારતના સ્વાતંત્ર્ય સેનાની હતા. જ્યારે બાઈડનના સંભવિત પૂર્વજો ક્રિસ્ટોફર બાઈડન બ્રિટીશ સરકાર સાથે હતા. મીડિયાના એક રિપોર્ટ પ્રમાણે, ક્રિસ્ટોફર બાઈડને ઈંગ્લેન્ડની જ મહિલા સાથે લગ્ન કર્યા હતા અને તેનાથી ત્રણ બાળકો પણ છે. પછીથી ક્રિસ્ટોફરની પુત્રી ભારતમાં જ રહી ગઈ હતી. પરંતુ એ ખબર નથી કે તેની છોકરીએ લગ્ન કર્યા હતા કે નહીં અથવા તો તેના બાળકો હતા કે નહીં. તેવામાં સમજવામાં આવે છે કે ક્રિસ્ટોફરના પુત્રો બ્રિટન પાછા આવી ગયા હતા.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp