લાન્સેન્ટના રિપોર્ટમાં ચોંકાવનારા દાવા, હવાથી ફેલાય છે કોરોના વાયરસ

PC: economictimes.indiatimes.com

ભારત સહિત મોટાભાગના દેશોમાં કોરોના મહામારીનો પ્રકોપ ઝડપથી ફેલાતો દેખાઈ રહ્યો છે. સાથે જ આ ઝડપથી પોતાનો રૂપ પણ બદલાતો જઈ રહ્યો છે. ભારતમાં આ સ્થિતિ વધુ ભયાનક થઈ ચૂકી છે. આ દરમિયાન પ્રસિદ્ધ જર્નલ ધ લાન્સેન્ટે પોતાના એક રિપોર્ટમાં દાવો કર્યો છે કે મોટાભાગનું ટ્રાન્સમિશન હવાના રસ્તે થઈ રહ્યું છે અને સુરક્ષા પ્રોટોકૉલમાં તાત્કાલિક બદલાવ લાવવાની જરૂરત છે. ઈંગ્લેન્ડ, અમેરિકા અને કેનેડાના 6 વિશેષજ્ઞો દ્વારા આ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.

તેમનું કહેવું છે કે હવા વડે વાયરસ ફેલાતો નથી એ સાબિત કરવા માટે પૂરતા પુરાવા નથી. જ્યારે મોટાભાગના વૈજ્ઞાનિકો એમ પણ માને છે કે નવા રિપોર્ટના આધાર પર વિશેષજ્ઞોએ કોરોના સુરક્ષા પ્રોટોકૉલમાં તાત્કાલિક બદલાવ લાવવાનું સૂચન કર્યું છે. વિશ્વ પ્રસિદ્ધ મેડિકલ જર્નલ લાન્સેન્ટે પોતાના નવા રિપોર્ટમાં દાવો કર્યો છે કે આ વાયરસ હવાના રસ્તે ફેલાઈ રહ્યો છે અને તે માટે જર્નલે 10 કારણ પણ બતાવ્યા છે. ચાલો તો જોઈએ એ 10 કારણો કયા છે.

વાયરસના સુપરસ્પ્રેડિન્ગ ઇવેન્ટ ઝડપથી SARS-CoV-2 વાયરસને આગળ લઈ જાય છે. વાસ્તવમાં તે મહામારીનો શરૂઆતી વાહક હોય શકે છે. એવા ટ્રાન્સમિશન ટીપાની જગ્યાએ હવા વડે વધારે સરળ છે.

ક્વોરેન્ટાઇન હૉટલોમાં એકબીજા નજીકના રૂમોમાં રહેતા લોકો વચ્ચે આ ટ્રાન્સમિશન જોવા મળ્યું, જ્યારે આ લોકો એકબીજાના રૂમમાં ન ગયા.

વિશેષજ્ઞોનો દાવો છે કે બધા કોરોનાના કેસોમાં 33 ટકાથી 59 ટકા સુધીના કેસોમાં એસિમ્પ્ટોમેટિક કે પ્રિઝેપ્ટોમેટિક ટ્રાન્સમિશન જવાબદાર હોય શકે છે જે ખાંસી કે છિકના નથી.

વાયરસનું ટ્રાન્સમિશન આઉટડોર (બહાર)ની તુલનામાં ઇન્ડોર (અંદર)મા વધારે હોય છે અને ઇન્ડોરમાં જો વેન્ટિલેશન હોય તો સંભાવના ઘણી ઓછી થઈ જાય છે.

નોસોકોમિયલ સંક્રમણ (જે એક હૉસ્પિટલમાં ઉત્પન્ન થાય છે) એ જગ્યા પર પણ જોવા મળ્યું, જ્યાં હેલ્થકેર પ્રોફેશનલ્સે PPE કીટનો ઉપયોગ કર્યો હતો. PPE કીટને કોન્ટેક્ટ અને ડ્રોપલેટથી સુરક્ષિત બનાવવામાં આવી, પરંતુ હવાના રસ્તે બચવાની રીત નથી હોતી.

વિશેષજ્ઞોનું કહેવું છે કે કોરોના વાયરસ હવામાં જોવા મળ્યો છે. લેબમાં કોરોના વાયરસ ઓછામાં ઓછા 3 કલાક સુધી હવામાં સંક્રામક હાલતમાં રહ્યો. કોરોનાના દર્દીઓના રૂમ અને કારમાં હવાના સેમ્પલમાં વાયરસ મળ્યો.

SARS-CoV-2 કોરોના વાયરસ દર્દીઓવાળી હૉસ્પિટલોના એર ફિલ્ટર્સ અને બિલ્ડિંગ ડક્ટ્સમાં મળ્યો છે. અહીં માત્ર હવા વડે પહોંચે છે.

વિશેષજ્ઞોએ જણાવ્યું કે સંક્રમિત પિંજરોમાં બંધ પ્રાણીઓમાં પણ વાયરસના લક્ષણ મળ્યા અને તે એર ડક્ટ વડે થયું.

વિશેષજ્ઞોનું એમ પણ કહેવું છે કે હવાથી વાયરસ નથી ફેલાતો, તેને સાબિત કરવા માટે પૂરતા પુરાવા નથી.

તેનો અંતિમ તર્ક હતો કે બીજી રીતોથી વાયરસ ફેલાવાના ઓછા પુરાવા છે, જેમ કે રેસ્પિરેટરી ડ્રોપલેટ કે ફોમાઈટ.

જો વિશેષજ્ઞોના નવા દાવા જો સિદ્વ થાય છે અને સ્વીકાર કરી લેવાં આવે છે તો દુનિયાભરમાં કોરોના વિરુદ્ધ જંગની રણનીતિ પર ભારે પડી શકે છે. તેનાથી લોકોને પોતાના ઘરોથી અંદર પણ માસ્ક પહેરવું પડી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp