શી જીનપિંગ સરમુખત્યારશાહી: મુસ્લિમો પર દયા ન દાખવવાનો આદેશ આપ્યો

PC: axios.com

ચીન આખા વિશ્વમાં માનવાધિકારની વાત કરી શકે છે, પરંતુ સત્ય એ છે કે ચીન સતત મુસ્લિમો પર અત્યાચાર ગુજારતું રહે છે અને ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ દ્વારા કેટલાક લીક કરેલા દસ્તાવેજો દ્વારા આ વાતનો ખુલાસો થયો છે. તેમાં જણાવાયું છે કે રાષ્ટ્રપતિ શી જિનપિંગે કેવી રીતે 'જરા ભી દયા ના' બતાવવાનો આદેશ આપ્યો છે. ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ દ્વારા પ્રાપ્ત 403 પાનાના ગુપ્ત દસ્તાવેજમાં કમ્યુનિસ્ટ પાર્ટીની અત્યંત ગુપ્ત પરંતુ વિવાદાસ્પદ કાર્યવાહી વિશે વાત કરવામાં આવી છે. અખબારના જણાવ્યા મુજબ આ દસ્તાવેજો ચીની રાજકીય પ્રણાલી સાથે સંકળાયેલા અનામી વ્યક્તિએ લીક કર્યા છે. દસ્તાવેજો અનુસાર, ચીનના ઝિનજિયાંગ પ્રાંતમાં ઉઇગર મુસ્લિમો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ શી જિનપિંગે અધિકારીઓને અલગતાવાદ અને ઉગ્રવાદ સામે 'દયા ન બતાવવા' આદેશ આપ્યો હતો.

અલગતાવાદ વિરુદ્ધ સરમુખત્યારશાહીની પદ્ધતિઓનો ઉપયોગ શરૂ કર્યો હતો, ત્યારબાદ દક્ષિણ પશ્ચિમ ચીનમાં કથિત ઉઇગર આતંકવાદીઓ દ્વારા રેલવે સ્ટેશન પર 31 લોકો માર્યા ગયા હતા.
ન્યુ યોર્ક ટાઇમ્સ અનુસાર આ ક્રિયાને ન્યાયી ઠેરવવા શીની ભાષણની નકલો વહેંચવામાં આવી હતી, અને અધિકારીઓની આદેશ આપવામાં આવ્યો હતો કે જેની પણ ધરપકડ કરાય તેના પર જરા પણ દયા ન દાખવવી. પાર્ટીમાં પણ થોડો અસંતોષ હતો.

માનવાધિકાર જૂથોએ જણાવ્યું હતું કે, એક મિલિયનથી વધુ ઉઇગર અને અન્ય મુસ્લિમ લઘુમતીઓને દૂર પશ્ચિમ વિસ્તારમાં ફેલાયેલા ઇન્ટર્મમેન્ટ કેમ્પમાં રાખવામાં આવ્યા છે. એક તથ્ય એ પણ છે કે, સિનજિયાંગ પ્રાંતમાં વર્ષ 2016 માં નવા પક્ષના વડા ચેન કુઆંગુઓની નિમણૂક પછી અટકાયત શિબિરોમાં તીવ્ર વધારો થયો હતો. ન્યુ યોર્ક ટાઇમ્સ અનુસાર આ રહસ્ય સામે આવ્યા બાદ આંતરરાષ્ટ્રીય સમુદાય અને ખાસ કરીને યુ.એસ.એ આકરી ટીકા કરી છે. જો કે ચીનના વિદેશ મંત્રાલયે હજી આ મામલે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp