PM નરેન્દ્ર મોદીની જીત બાદ પાકિસ્તાનના PM ઇમરાન ખાને કરી ટ્વીટ, જાણો શું કહ્યું

PC: ndtv.com

PM નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીની જબરદસ્ત જીત બાદ અનેક દેશમાંથી PM નરેન્દ્ર મોદીને શુભેચ્છા મળી રહી છે, ત્યારે પાકિસ્તાનથી પણ નરેન્દ્ર મોદીને શુભેચ્છા આવી છે. પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને ટ્વીટર પર PM નરેન્દ્ર મોદીને શુભેચ્છા આપતા લખ્યું હતું કે, હું PM નરેન્દ્ર મોદીને ભાજપ અને તેના ગઠબંધનની જીત માટે શુભેચ્છા આપું છે. દક્ષિણ એશિયામાં શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે તેમની સાથે કામ કરીશું.

સાંજે 5.31 વાગ્યા સુધીનું અપડેટ

23-05-2019 05:07 PM - બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શુભેચ્છા આપી હતી

23-05-2019 04:35 PM - ઓફિશિયલ ઇલેક્શન કમિશનના ટ્રેન્ડ મુજબ 6 સીટનું પરિણામ આવી ગયું છે, જેમાં 5 પર ભાજપ અને 1 સીટ પર કોંગ્રેસની જીત થઇ છે. હવે 536 સીટમાંથી ભાજપ 94 અને કોંગ્રેસ 50 સીટ પર આગળ

23-05-2019 04:32 PM - જાપાનના પ્રાઇમ મિનિસ્ટર શિંઝો આબેએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ફોન કરીને જીતની શુભેચ્છા આપી હતી

23-05-2019 04:32 PM - ભારતીય જનતા પાર્ટીના સમર્થકોએ દુબઈમાં ભાજપની જીતની ઉજવણી કરી હતી

23-05-2019 03:48 PM - જબરદસ્ત જીત બાદ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટ્ર્સ ખાતે આવી પહોંચ્યા હતા

23-05-2019 03:18 PM - 28 મેના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વારાસણી જશે

23-05-2019 03:17 PM - નેપાળના પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને જીતની શુભેચ્છા આપી

23-05-2019 03:11 PM - અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ઘનીએ ટ્વીટ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની શુભેચ્છા આપી

23-05-2019 02:57 PM - રશિયાના પ્રેસિડન્ટ વ્હાદિમીર પુતિને PM નરેન્દ્ર મોદીને શુભેચ્છા મોકલી હતી

23-05-2019 02:56 PM - ઓફિશિયલ ઇલેક્શન કમિશનના ટ્રેન્ડ મુજબ ભાજપ 300 અને કોંગ્રેસ 50 સીટ પર આગળ

23-05-2019 02:43 PM - ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શુભેચ્છા આપી

23-05-2019 02:34 PM - બિહારની પટના સાહિબ સીટ પર ભાજપના રવિશંકર પ્રસાદની 144249 મતોની શત્રુઘ્ન સિન્હા પર સરસાઇ

23-05-2019 02:30 PM - ગાંધીનગર સીટ પર ભાજપ અધ્યક્ષ અમિત શાહની જીત

23-05-2019 02:19 PM - ભાવનગર બેઠક પર ભારતી શિયાળની જીત

23-05-2019 02:19 PM - અમદાવાદ પશ્ચિમ બેઠક ભાજપના કિરિટ સોલંકીની જીત

23-05-2019 02:15 PM - પંજાબની સંગરુર સીટ પર આમ આદમી પાર્ટીના ભગવંત માને સરસાઇ મેળવી

23-05-2019 02:06 PM - UPAના ચેરપર્સન સોનિયા ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ઘરે જઇને તેમની સાથે મુલાકાત કરી હતી

23-05-2019 01:53 PM - જામનગરમાં પૂનમ માડમની જીત

23-05-2019 01:52 PM - ઇઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ PM મોદીને શુભેચ્છા આપતી ટ્વીટ કરી હતી. તેમણે લખ્યું હતું કે, ભારત અને ઇઝરાયલ વચ્ચેના સંબંધોને આવી જ રીતે મજબૂત બનાવતા રહીશું

23-05-2019 01:46 PM - સુરતમાં મતગણતરી બાદ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ ઉજવણી શરૂ કરી હતી

23-05-2019 01:24 PM - ઓફિશિયલ ઇલેક્શન કમિશનના ટ્રેન્ડ મુજબ ભાજપ 294 અને કોંગ્રેસ 52 સીટ પર આગળ

23-05-2019 01:07 PM - સુરતમાં દર્શના જરદોષની જીત

23-05-2019 12:58 PM - વલસાડ બેઠક પર કે.સી.પટેલની જીત

23-05-2019 12:51 PM - ટ્રેન્ડ જોઇને ભોપાલના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું હતું કે, વિજય નિશ્ચિત મારો થશે. મારા વિજયમાં ઘર્મનો વિજય થશે. અધર્મનો નાશ થશે. હું ભોપાલની જનતાનો આભાર માનું છું

23-05-2019 12:48 PM - શ્રીલંકાના પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંઘે ટ્વીટ કરીને PM મોદીને જબરદસ્ત જીત માટે શુભેચ્છા આપી હતી

23-05-2019 12:39 PM - અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર ડૉ.કિરિટ સોલંકી 147722 મતોથી આગળ

23-05-2019 12:31 PM - હિમાચલ પ્રદેશની હમીરપુર સીટ પરથી ભાજપના અનુરાગ ઠાકુરે જીત મેળવી લીધી છે

23-05-2019 12:30 PM - પંજાબમાં ગુરદાસપુરથી ભાજપની ટિકિટ પર ઉભા રહેલા સની દેઓલ આગળ ચાલી રહ્યા છે

23-05-2019 12:19 PM - ઓફિશિયલ ઇલેક્શન કમિશનના ટ્રેન્ડ મુજબ ભાજપ 292 અને કોંગ્રેસ 51 સીટ પર આગળ

23-05-2019 12:05 PM - પૂર્વ હોમ મિનિસ્ટર સુશિલ કુમાર શિંદે મહારાષ્ટ્રની સોલાપુર સીટ પરથી પાછળ ચાલી રહ્યા છે

23-05-2019 11:50 AM - કર્ણાટકમાં ભાજપ 22 સીટો પર અને કોંગ્રેસ 6 સીટો પર આગળ

23-05-2019 11:49 AM - વિદેશમંત્રી સુષમા સ્વરાજે ટ્રેન્ડને જોતા પ્રધાનમંત્રીને જીતની શુભેચ્છા આપી હતી.

23-05-2019 11:48 AM - કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણે મતગણતરી કેન્દ્ર છોડી દીધું

23-05-2019 11:43 AM - ઓરિસ્સાની પૂરી લોકસભા બેઠક પરથી ભાજપના લીડર ડૉ.સંબિત પાત્રા 700 મતથી આગળ ચાલી રહ્યા છે

23-05-2019 11:31 AM - અમેઠીમાં સ્મૃતિ ઇરાની રાહુલ ગાંધીથી 6727 મતોથી આગળ

23-05-2019 11:26 AM - લોકસભા ચૂંટણીના ટ્રેન્ડ્સને જોતા દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના હેડક્વાર્ટ્સ બહાર સુરક્ષા વ્યવસ્થામાં વઘારો કરી દેવામાં આવ્યો છે

23-05-2019 11:24 AM - ઓફિશિયલ ઇલેક્શન કમિશનના ટ્રેન્ડ મુજબ ભાજપ 288 અને કોંગ્રેસ 51 સીટ પર આગળ

23-05-2019 11:21 AM - તામિલનાડુમાં DMK હેડક્વાર્ટ્સમાં ટ્રેન્ડ્સને જોતા ઉજવણી શરૂ થઇ ગઇ હતી. DMK તામિલનાડુમાં 22 સીટો પર આગળ ચાલી રહી છે

23-05-2019 11:20 AM - કેરળની તિરુવનંતપુરમ સીટ પર કોંગ્રેસના ઉમેદવાર શશિ થરૂર 13000 મતથી આગળ

23-05-2019 11:20 AM - કોંગ્રેસના જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધી કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના ઘરેથી નીકળ્યા હતા

23-05-2019 11:10 AM - ચૂંટણી પંચના ઓફિશિયલ ટ્રેન્ડ મુજબ ભાજપ 294 સીટ અને કોંગ્રેસ 50 સીટ પર આગળ

23-05-2019 11:02 AM - અમિત શાહ ગાંધીનગર બેઠક પર 177350 મતોથી આગળ

23-05-2019 11:00 AM - ઉત્તર પ્રદેશમાં ભાજપ 54, કોંગ્રેસ 2 અને સપા-બસપા 24 સીટો પર આગળ

23-05-2019 11:00 AM - જમ્મુૃ-કાશ્મીરમાં ભાજપ 3 અને PDP 2 સીટ પર આગળ

23-05-2019 10:59 AM - ઓરિસ્સામાં ભાજપ 12 અને BJD 9 સીટ પર આગળ

23-05-2019 10:48 AM - ઓફિશિયલ ઇલેક્શન કમિશનના ટ્રેન્ડ મુજબ ભાજપ 291 અને કોંગ્રેસ 50 સીટ પર આગળ

23-05-2019 10:47 AM - જમ્મુ-કાશ્મીરની અનંતનાગ સીટ પરથી મેહબૂબા મુફ્તિ આગળ ચાલી રહ્યા છે

23-05-2019 10:37 AM - વારાસણીમાં નરેન્દ્ર મોદી શાલિની યાદવથી 64856 મતોથી આગળ

23-05-2019 10:34 AM - છત્તીસગઢમાં ભાજપ 9 સીટ અને કોંગ્રેસ 2 સીટ પર આગળ

23-05-2019 10:33 AM - કર્ણાટકમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયે ઉજવણી પણ શરૂ કરી દેવામાં આવી છે

23-05-2019 10:32 AM - મુંબઈની તમામ 6 સીટો પર ભાજપ અને શિવ સેના આગળ

23-05-2019 10:18 AM - દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી સાતે સાત સીટ પર આગળ

23-05-2019 10:17 AM - પંજાબમાં કોંગ્રેસ 8 બેઠક પર આગળ, જ્યારે SAD&BJP 2-2 બેઠક પર આગળ

23-05-2019 10:16 AM - 10.15 વાગ્યા સુધીમાં ઇલેક્શન કમિશનના રિપોર્ટ મુજબ 511 લોકસભા બેઠકમાંથી ભાજપ 277 અને કોંગ્રેસ 52 સીટો પર આગળ

23-05-2019 10:11 AM - ભોપાલ સીટ પર સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે લીડ મેળવી

23-05-2019 10:07 AM - બનાસકાંઠામાં પરબત પટેલ 31000 મતોથી આગળ

23-05-2019 10:07 AM - ગુજરાતની તમામ 26 સીટો પર ભાજપ આગળ

23-05-2019 10:00 AM - પટના સાહિબ સીટ પર ભાજપના રવિશંકર પ્રસાદ આગળ, કોંગ્રેસના શત્રુઘ્ન સિન્હા પાછળ

23-05-2019 10:00 AM - ભાજપના ઉમેદવાર મેનકા ગાંધી સુલતાનપુર સીટથી પાછળ, વરૂણ ગાંધી પીલીભીત સીટ પર આગળ

23-05-2019 09:37 AM - સુરતના ભાજપના ઉમેદવાર દર્શના જરદોશ કોંગ્રેસના ઉમેદવારથી આગળ

23-05-2019 09:35 AM - ઓફિશિયલ ઇલેક્શન કમિશનના ટ્રેન્ડ મુજબ ભાજપ 229 અને કોંગ્રેસ 56 સીટ પર આગળ

23-05-2019 09:33 AM - પશ્ચિમ બંગાળમાં TMC 18 સીટો પર આગળ, જ્યારે ભાજપ 7 સીટો પર આગળ

23-05-2019 09:31 AM - ગાંધીનગરમાં અમિત શાહ 16465 મતોથી આગળ

23-05-2019 09:30 AM - સોનિયા ગાંધી રાયબરેલી અને રાહુલ ગાંધી કેરળની વાયનાડ સીટથી આગળ

23-05-2019 09:29 AM - સાઉથ દિલ્હીથી ભાજપના રમેશ ભિદુરી અને વેસ્ટ દિલ્હીથી ભાજપના પરવેશ વર્મા આગળ

23-05-2019 09:24 AM - ગુરદાસપુર સીટ પરથી સની દેઓલ આગળ ચાલી રહ્યા છે

23-05-2019 09:24 AM - શરૂઆતના ટ્રેન્ડમાં NDAની સ્થિતિથી શેરબજારમાં સેન્સેક્સમાં 681 પોઇન્ટનો ઉછાળો

23-05-2019 09:21 AM - વારાસણીમાં નરેન્દ્ર મોદી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર શાલિની યાદવથી 5147 મતોથી આગળ

23-05-2019 09:17 AM - સવારે 9.17 વાગ્યા સુધીમાં ભાજપ 178 સીટો પર અને કોંગ્રેસ 54 સીટો પર આગળ

23-05-2019 09:15 AM - સાબરકાંઠામાં રાજેન્દ્રસિંહ રાઠોર 3140 મતોથી આગળ

23-05-2019 09:15 AM - જામનગરમાં પૂનમ માડમ 10962 મતોથી આગળ

23-05-2019 09:14 AM - દાહોદ બેઠક પર બાબુ કટારા 1974 મતોથી આગળ

23-05-2019 09:07 AM - ભોપાલ સીટ પર સાધ્વી પ્રજ્ઞા ઠાકુર આગળ

23-05-2019 09:02 AM - અમદાવાદ પશ્ચિમમાં કોંગ્રેસના ઉમેદવાર 4258 મતોથી આગળ

23-05-2019 09:01 AM - ભરૂચમાં કોંગ્રેસના ઉમેદવાર શેરખાન પઠાણ 1045 મતોથી આગળ

23-05-2019 08:56 AM - NDAએ 202 સીટ પર આગળ અને કોંગ્રેસ 60 સીટો પર આગળ

23-05-2019 08:55 AM - ગુના સીટ પર જ્યોતિરાદિત્ય સિંધિયા પાછળ

23-05-2019 08:55 AM - છોટા ઉદેપુરમાં ગીતાબેન રાઠવા 4384 મતોથી આગળ

23-05-2019 08:53 AM - દિલ્હીમાં ભાજપના ઉમેદવાર ગૌતમ ગંભીર આગળ

23-05-2019 08:52 AM - રાયબરેલીથી કોંગ્રેસ ઉમેદવાર સોનિયા ગાંધી આગળ

23-05-2019 08:49 AM - અમરેલીથી પરેશ ધાનાણી પાછળ

23-05-2019 08:48 AM - અમેઠીમાં કોંગ્રેસ અધ્યક્ષ પાછળ અને સ્મૃતિ ઇરાની આગળ

23-05-2019 08:47 AM - બિહારના બેહુસરાયમાં કન્હૈયા કુમાર પાછળ

23-05-2019 08:46 AM - ઓફિશિયલ ઇલેક્શન કમિશનના ટ્રેન્ડ મુજબ ભાજપ 9 અને કોંગ્રેસ 3 સીટ પર આગળ

23-05-2019 08:43 AM - ગાંધીનગર સીટથી ભાજપ પ્રેસિડન્ટ અમિત શાહ 25000 વોટથી આગળ

23-05-2019 08:43 AM - ગુજરાતમાં ભાજપ 12 સીટો પર આગળ

23-05-2019 08:43 AM - ભાજપ 140 અને કોંગ્રેસ 38 સીટો પર આગળ

23-05-2019 08:41 AM - પશ્ચિમ બંગાળમાં શરૂઆતના ટ્રેન્ડમાં NDA આગળ

23-05-2019 08:41 AM - સુરત, ભરૂચ, બારડોલી, દાહોદમાં ભાજપ આગળ

23-05-2019 08:40 AM - વારાસણીમાં PM નરેન્દ્ર મોદી આગળ

23-05-2019 08:38 AM - ઉત્તર પ્રદેશમાં SP-BSP ગઠબંધન 7 સીટો પર સરસાઇ મેળવી

23-05-2019 08:37 AM - NDA 105 સીટો પર આગળ ચાલી રહી છે, જ્યારે UPA 29 સીટો પર આગળ ચાલી રહી છે

23-05-2019 08:36 AM - આણંદ સીટ પર કોંગ્રેસ આગળ

23-05-2019 08:34 AM - દિલ્હી ભાજપે રિઝલ્ટ પહેલા જ 7 કિલો લાડૂની કેક ઓર્ડર કરી દીધી છે

23-05-2019 08:32 AM - અમેઠીથી કોંગ્રેસના ઉમેદવાર રાહુલ ગાંધી આગળ

23-05-2019 08:32 AM - ગાંધીનગર બેઠક પર અમિત શાહ આગળ

23-05-2019 08:31 AM - વડોદરાથી ભાજપના રંજન ભટ્ટ આગળ

23-05-2019 08:31 AM - નવસારી લોકસભા સીટ પરથી સી.આર.પાટીલ આગળ

23-05-2019 08:31 AM - રાજકોટથી મોહન કુંડારિયા આગળ

23-05-2019 08:29 AM - શરૂઆતના ટ્રેન્ડમાં NDA 47 સીટ પર આગળ અને UPA 9 સીટો પર આગળ, જ્યારે અપક્ષ 5 સીટ પર આગળ ચાલી રહ્યા છે

23-05-2019 08:25 AM - દિલ્હીના સીરી ફોર્ટ કોમ્પલેક્સમાં મતગણતરીના દૃશ્યો

23-05-2019 08:23 AM - પહેલીવાર એકસાથે પોસ્ટલ બેલેટ અને EVMમાં ગણતરી સાથે થઇ રહી છે

23-05-2019 08:23 AM - લોકસભાની 542 સીટ માટે મતગણતરી શરૂ થઇ ગઇ છે

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp