પાકિસ્તાનના PM ઇમરાનની શુભેચ્છાનો PM મોદીએ આપ્યો આવો જવાબ

PC: tribune.com.pk

લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત બાદ દેશમાંથી તો તેમને શુભેચ્છાઓ મળી જ રહી છે, પરંતુ સાથે-સાથે વિદેશમાંથી પણ તેમને અનેક દેશના પ્રધાનમંત્રી, રાષ્ટ્રપતિ અને નેતાઓ દ્વારા શુભેચ્છા મળી રહી છે, જેમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનનો પણ સમાવેશ થાય છે. ગુરુવારના રોજ ઇમરાન ખાને નરેન્દ્ર મોદીને શુભેચ્છા આપતા ટ્વીટ કરીને કહ્યું હતું કે, હું ભાજપ અને તેના સહયોગીની ચૂંટણી જીત પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શુભેચ્છા આપું છું. સાઉથ એશિયામાં શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે તમારી સાથે કામ કરવાને લઇને તત્પર છું.

ઇમરાન ખાનની આ શુભેચ્છાનો નરેન્દ્ર મોદીએ ટ્વીટર પર જવાબ આપતા ઇમરાન ખાનનો આભાર વ્યક્ત કર્યો હતો. PM નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, હું તમારી શુભેચ્છા માટે આભારી છું. મેં હંમેશાં ક્ષેત્રમાં શાંતિ અને વિકાસને પ્રાથમિકતા આપી છે.

PM નરેન્દ્ર મોદીએ આ સિવાય અન્ય દેશના નેતાઓનો પણ શુભેચ્છા માટે આભાર વ્યક્ત કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp