કોબ્રાને ઘરમાં પાળતો હતો આ વ્યક્તિ, કરતો હતો કિસ પણ પછી થયું કંઈક એવું...

PC: ndtv.com

સાપનું નામ સાંભળતાની સાથે જ આપણા પગ નીચેથી જમીન સરકી જાય છે. ઝેરી સાપોની વચ્ચે રહેતા આ વ્યક્તિનું નામ છે અબુ ઝરીન હુસૈન. તે તેના પાલતુ કોબરા સાથે સેલ્ફી લેતો હતો, તેમણે સાથે લઈને જીમમાં એક્સસાઈઝ કરતો હતો, કમ્પ્યુટર પર કામ કરતી વખતે અને ટીવી જોતી વખતે પણ તેમને સાથે જ રાખતો હતો. નવાઈની વાત તો એ છે કે તે તેને કિસ પણ કરતો હતો. અબુ ફાયરફાઈટરનું કામ કરતો હતો. મલેશિયામાં રહેનાર 33 વર્ષના આ ફાયરફાઈટરને લોકો સ્નેક વિસપેરરના નામથી ઓળખતા હતા. શુક્રવારે તેમનું મૃત્યુ થયું હતું અને રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે હજી સુધી એ જાણવા મળ્યું નથી કે કોબરાએ તેને શા માટે ડંખ માર્યો.

અબુ ખૂબ પ્રખ્યાત હતો. એક બ્રિટીશ ન્યૂઝપેપરને કારણે તે ચર્ચામાં આવ્યો હતો. ન્યૂઝમાં એવી વાત હતી કે તેણે તેના પાલતુ સાપ સાથે લગ્ન કર્યા છે કારણકે તેને એવું લાગે છે કે આ સાપના રૂપમાં તેની મરેલી ગર્લફ્રેન્ડનો ફરી જન્મ થયો છે. પણ આ ન્યૂઝ સાવ ખોટા હતા પણ અબુને આખી દુનિયામાં પ્રસિદ્ધિ મળી ગઈ.

તે મલેશિયાના ફાયર એન્ડ રેસક્યુ ડિપાર્ટમેન્ટમાં કામ કરતો હતો. તેનું કામ ઘરે ઘરે જઈને સાપ પકડવાનું હતું અને તેના સાથીઓને ટ્રેનીંગ આપવાનું હતું. સાપના નેચરને સમજવા માટે તે પોતાના ઘરમાં સાપ રાખતો હતો.
અબુએ જણાવ્યું હતું કે તેણે સાપ પકડવાનું ટેલેન્ટ તેના પિતા પાસેથી શીખ્યું હતું, જે સાપના જાદુગર તરીકે ઓળખાતા હતા. 2007મા અબુએ ટ્રેનીંગ લેવાનું શરૂ કર્યું હતું. ગયા વર્ષે તેણે એશિયા ગોટ ટેલન્ટમાં ભાગ લીધો પણ તે ફાઈનલ રાઉન્ડ સુધી પહોંચી શક્યો ન હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp