દુનિયા બચાવવા 82 વર્ષના વૃદ્ધે જમીનની અંદર દફનાવી 42 સ્કૂલ બસ

PC: dainikbhaskar.com

એક વૃધ્ધ હાલમાં મહાપ્રલયની તૈયારી કરી રહ્યો છે. તેણે વિશ્વના અંતથી બચવા માટે એક ન્યૂક્લિઅર સેલ્ટર તૈયાર કર્યું છે. જેમાં તેણે 42 જેટલી સ્કૂલબસને જમીનની અંદર દફનાવી પોતે બચવાની જગ્યા બનાવી છે. કેનેડામાં રહેતા 83 વર્ષની ઉમર ધરાવતા વયોવૃધ્ધ બ્રૂસ બીચે 10 હજાર સ્ક્વેર ફૂટમાં ફેલાયેલ 'આર્ક ટૂ' તૈયાર કર્યો છે. જોકે બાઇબલમાં આ આર્ક શબ્દનો અર્થ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે જેમાં ભગવાનનો પ્રિય વ્યક્તિ નોહ જે એક જહાજ બનાવે છે. જેમાં તે પ્રલયની અસરથી વિવિધ જાનવરો અને પરિવારોનું રક્ષણ કરે છે. આવા જહાજને જ આર્ક નામ આપવામાં આવેલ છે.

વિશ્વને બચાવવાના હેતુથી બનાવ્યુ બંકર

1980માં બ્રૂસે 42 સ્કૂલબસને 8.5 લાખ રૂપિયા (12600 ડોલર્સ)માં ખરીદી ઘરના બેકયાર્ડમાં દફનાવવાની શરૂઆત કરી દીધી હતી. જોકે બ્રૂસ બીચનું આ ન્યુક્લિઅલ શેલ્ટર સૌ પ્રથમ 2012માં એક ડોક્યુમેન્ટ્રીમાં બતાવવામાં આવ્યું હતું જેનું નામ 'ડૂમ્સડે પ્રેપર્સ'માં જણાવવામાં આવ્યું હતું. જેમાં પ્રલય છતા કેવી રીતે બચી શકાય તે અંગે જણાવ્યુ હતું. જોકે તેમણે આ 42 બસને લાઇનસર અને ક્રમ અનુસાર જમીનથી લગભગ 14 ફૂટ જેટલી નીચે દફનાવી છે. જેમાં 500 થી વધુ લોકો લગભગ 21 દિવસ સુધી તેમાં રહી શકે છે. જેમાં રેડિએશનની પણ કોઇ અસર થશે નહિ.

બંકરમાં રેહલી સુવિધા

જો બંકરમાં આવેલી સુવિધાની વાત કરવામાં આવે તો બંકરમાં લોકોની સુવિધાનું પણ પૂર્ણ ધ્યાન રાખવામાં આવેલ છે. તેમાં ડિઝલ જનરેટ બે રસોડા, પ્લંબિગ, હથિયાર ભરેલો રૂમ, ચર્ચ, રેડિયો કોમ્યુનીકેશન સેન્ટર, 5000 ગેલન વોટર ટેન્કનો પણ સમાવેશ કરાવમાં આવેલ છે. આ ઉપરાંત બંકરમાં એક રિસેરપ્શનનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. ડેન્ટીસ્ટ ચેરની સાથે રમવા માટે અનેક ગેમ્સ પણ છે. સિક્યોરીટી મીટર્સ અને ભોજન સામગ્રીનો પણ સમાવેશ કરવામાં આવે છે.

વૃધ્ધ દ્વારા એ અંગે દાવો કરવામાં આવેલ છે કે નોર્થ અમેરીકામાં તેનું ન્યૂક્લીઅર શેલ્ટર સૌથી મોટુ છે. તેના જણાવ્યા અનુસાર જો વિશ્વમાં ન્યૂક્લીઅર વોર થશે તો તેમના બનાવેલ શેલ્ટરની મદદથી ઘણા બધા જીવો બચાવી શકાશે. જો વિશ્વનો અંત થવાના આરે આવ્યો તો સૌથી પહેલા બાળકોને બંકરમાં પ્રવેશ આપવાની પરવાનગી મળશે, કારણકે તેઓજ વિશ્વનું ભવિષ્ય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp