કોઈપણ ગુનો કર્યા વિના આ ભાઈ 25 વર્ષ સુધી રહ્યા જેલમાં, મળ્યું કરોડોનું વળતર

PC: intoday.in

એક વ્યક્તિને ભૂલમાં આશરે 25 વર્ષો સુધી જેલમાં બંધ રાખવામાં આવ્યો. તેના પર 18 વર્ષની એક યુવતીની હત્યાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. પરંતુ, તે હંમેશાં પોતાને નિર્દોષ જણાવતો હતો. આખરે તેને નિર્દોષ કરાર આપતા 4 કરોડ 67 લાખ રૂપિયા વળતર આપવાનો આદેશ કોર્ટે આપ્યો છે.

આ મામલો ચીનનો છે. હવે 50 વર્ષના થઈ ગયેલા લિઉ ઝોંગલિનને આશરે 2 કરોડ રૂપિયા માનસિક નુકસાન પહોંચાડવા માટે મળશે. મળતી માહિતી અનુસાર, લિઓયુઆન ઈન્ટરમીડિયેટ પીપલ્સ કોર્ટે સોમવારે તે વ્યક્તિને વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.

લિઉ અને તેના વકીલે આશરે ચાર ગણી વધુ રકમની માંગણી કરી હતી. એવું માનવામાં આવી રહ્યુ છે કે, લિઉ ચીનમાં ખોટી રીતે સૌથી લાંબી સજા ભોગવનારો વ્યક્તિ બની ગયો છે. તે આશરે 9217 દિવસ જેલમાં રહ્યો. લિઉની ઓક્ટોબર, 1990માં ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે તે માત્ર 22 વર્ષનો હતો. હુઈમિન ગામની નદીમાં એક 18 વર્ષની યુવતીનો મૃતદેહ મળ્યો હતો. આ જ કેસમાં તેને આરોપી બનાવવામાં આવ્યો હતો.

બાદમાં લિઉને મહિલાની હત્યાનો દોષી પણ જાહેર કરવામાં આવ્યો હતો. તેને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી હતી, પરંતુ બાદમાં સજા આજીવન કારાવાસમાં તબ્દિલ કરવામાં આવી. પહેલીવાર તેને જાન્યુઆરી, 2016માં છોડવામાં આવ્યો હતો, બાદમાં એપ્રિલ, 2018માં પુરાવાઓના અભાવમાં છોડી દેવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp