સાંપને ભગાડવા શખ્સે કર્યું કંઈક એવું કે 7.5 કરોડનું ઘર બળીને રાખ થઈ ગયું

PC: cnn.com

દુનિયાના એક મોટા હિસ્સામાં જંગલ છે પરંતુ માણસના દખલઅંદાજી સાથે ઝડપથી સંકોચાતું જઈ રહ્યું છે. પરિણામે માણસોની જંગલી પ્રાણીઓ સાથે એન્કાઉન્ટરની ઘટનાઓ સામાન્ય થઈ રહી છે. બંને જ એકબીજા પર હુમલો કરી દે છે. એવી ઘણી ઘટના સામે આવી છે જ્યારે માણસોએ સાંપથી લઈને ચિત્તા સુધીને જોખમ માનીને મોતને ઘાટ ઉતારી દીધા, તો જંગલી જંતુઓએ પણ માણસોને પોતાના શિકાર બનાવ્યા છે. હાલની ઘટના અમેરિકાના મેરિલેન્ડની છે જ્યાં એક શખ્સે ઘરમાંથી સાંપ ભગાડવા માટે એવું કામ કર્યું કે પોતાનું ઘર બળીને રાખ થઈ ગયું.

જ્યારે કોઈ સાંપ ઘરમાં ભરાઈ જાય તો માણસ ખૂબ પ્રોટેક્ટિવ હોય છે. તે નથી ઈચ્છતો કે સાંપ તેને કે તેના પરિવારના કોઈ સભ્યને નુકસાન પહોંચાડે એટલે લોકો તેને ભગાડવા માટે જાત જાતની રીત અપનાવે છે. આમ તો મોટા ભાગના લોકો સાંપથી બચવા માટે રેસ્ક્યૂ ટીમ કે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓને બોલાવે છે પરંતુ અમેરિકાના આ શખ્સે પોતે જ સાંપ પર એક્શન લેવાનો નિર્ણય લીધો જેના ચક્કરમાં તેણે પોતાનું કરોડો રૂપિયાનું નુકસાન કરી લીધું.

CNNના રિપોર્ટ મુજબ આ ઘટના 23 નવેમ્બરના રોજ મેરિલેન્ડના મોન્ટગોમરી કાઉન્ટીમાં થઈ હતી. અહીં એક ઘરમાં સાંપોએ કબજો કરી લીધો હતો પરંતુ ઘરના માલિકે સ્નેક કેચરને બોલાવવાની જગ્યાએ પોતાને જ સાંપોને ઘરથી ભગાડવા માટે પહેલા દંડા અને અન્ય વસ્તુઓનો પ્રયોગ કર્યો પરંતુ નિષ્ફળ રહ્યો. ત્યારબાદ તેણે કોયલા સળગાવીને ધુમાડો કરીને સાંપોને ભગાડવાનો પ્રયત્ન કર્યો જેના કારણે ઘરમાં આગ લાગી ગઈ અને તેનું 10,000 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું લગભગ 1 મિલિયન ડૉલર (7.5 કરોડ રૂપિયા)નું આલીશાન ઘર સળગીને રાખ થઈ ગયું.

રિપોર્ટ મુજબ આ ઘટના રાત્રે 10 વાગ્યે બની હતી. જ્યારે એક શખ્સે ઘરમાંથી ધુમાડો નીકળતો જોયો તો તેણે 911 (ઇમરજન્સી સેવા)ને ફોન કરી દીધો અને ઇમરજન્સીમાં 75 ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી. ઘણી મુશ્કેલીઓ બાદ આગ પર નિયંત્રણ મેળવી શકાયું પરંતુ ત્યાં સુધી બધુ બળીને રાખ થઈ ગયું હતું. મોન્ટગોમરી કાઉન્ટી ફાયર એન્ડ રેસ્ક્યૂ સર્વિસના મુખ્ય પ્રવક્તા પીટ પિરિંગરે એક ન્યૂઝ ચેનલને જણાવ્યું કે પબ્લિક રેકોર્ડ મુજબ ઘર હાલમાં જ 1.8 મિલિયન ડૉલરમાં ખરીદ્યું હતું.

આ ઘટનામાં શખ્સનું તો ઘણું નુકસાન થઈ ગયું પરંતુ સાંપનું શું થયું તેની જાણકારી મળી નથી. કહેવામાં આવ્યું કે આ શખ્સ જ્યાં સાંપને કોયલાથી મારવા માગતો હતો. કોયલા ફેક્યા બાદ ઘરના બેઝમેન્ટમાં આગ લાગી હતી અને પછી આગ આખા ઘરમાં ફેલાઈ ગઈ. નસીબમાં આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp