વિશેષજ્ઞોના મત અનુસાર, મંકીપોક્સ ફેલાવાનું આ છે સંભવિત કારણ

PC: livemint.com

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના એક મુખ્ય સલાહકારે વિકસિત દેશોમાં દુર્લભ બીમારી મંકીપોક્સના પ્રકોપને ‘અણધારી ઘટના’ કહી છે. તેમણે જણાવ્યું કે, યૂરોપમાં હાલમાં બે રેવ પાર્ટીમાં જોખમ ભરેલા યૌન વ્યવહારના કારણે સંભવતઃ તેનો પ્રસાર થયો. વિશ્વ આરોગ્ય સંસ્થાના ઇમરજન્સી વિભાગના ડૉ. ડેવિડ હેમને કહ્યું કે, સૌથી મજબૂત સિદ્ધાંત એ છે કે, સ્પેન અને બેલ્જિયમમાં આયોજિત બે રેવ પાર્ટીમાં સમલૈગિક અને અન્ય લોકો વચ્ચે યૌન સંબંધોના કારણે આ બીમારી ફેલાઈ છે.

મંકીપોક્સ આ અગાઉ આફ્રિકા બહાર ફેલાઈ નહોતી, જ્યાં તે સ્થાનિક સ્તરની બીમારી હતી. હેમને કહ્યું કે, આપણે જાણીએ છીએ કે મંકીપોક્સ ત્યારે ફેલાઈ શકે છે જ્યારે સંક્રમિતના નજીકના સંપર્કમાં કોઈ આવે છે અને યૌન સંબંધોના કારણે આ બીમારીનો પ્રસાર હજુ વધી જાય છે. વિશ્વ આરોગ્ય સંસ્થાએ બ્રિટન, સ્પેન, ઇઝરાયલ, ફ્રાન્સ, સ્વિત્ઝરલેન્ડ, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા સહિત 10 કરતા વધુ દેશોમાં મંકીપોક્સના 90 કરતા વધુ કેસ નોંધાયા છે. મેડ્રિડના વરિષ્ઠ સ્વાસ્થ્ય અધિકારી એનરિક રૂઝ એસકુદેરોએ કહ્યું કે, સ્પેનની રાજધાનીમાં અત્યાર સુધી 30 કેસોની પુષ્ટિ થઈ ચૂકી છે.

તેમણે કહ્યું કે, પ્રાધિકાર કેનેરી આઇલેન્ડમાં ‘ગે પ્રાઈડ કાર્યક્રમ’ અને બીમારી વચ્ચે સંભવિત જોડાણની તપાસ કરી રહ્યા છે જ્યાં લગભગ 80 હજાર લોકો આવ્યા હતા. હેમને હાલની મહામારીનું આંકલન કરવા માટે શુક્રવારે સંક્રામક રોગ પર વિશ્વ આરોગ્ય સંસ્થાના પરામર્શ ગૃપની બેઠકની અધ્યક્ષતા કરી હતી. તેમણે કહ્યું કે, અત્યાર સુધી એવું કોઈ પ્રમાણ મળ્યું નથી કે, મંકીપોક્સ વધારે સંક્રામક રૂપે બદલાઈ શકે છે.

કઈ રીતે ફેલાય છે મંકીપોક્સ?

મંકીપોક્સ સામાન્ય રીતે તાવ, ઠંડી લાગવી, ચહેરા કે જનનાંગો પર ફોલ્લી અને ઘાનું કારણ બને છે. આ કોઈ સંક્રમિત વ્યક્તિ કે તેના કપડાં કે ચાદરોના સંપર્કના માધ્યમથી ફેલાઈ શકે છે, પરંતુ અત્યાર સુધી યૌન જનિત સંક્રમણનું દસ્તાવેજીકરણ કરવામાં આવ્યું નથી. મોટા ભાગના લોકોને હૉસ્પિટલમાં એડમિટ થવાની જરૂરિયાત નથી હોતી અને કેટલાક અઠવાડિયાની અંદર બીમારી સારી થઈ શકે છે. ચેચક વિરુદ્ધ વેક્સીન, મંકીપોક્સ રોકવામાં પણ પ્રભાવી છે અને કેટલાક એન્ટિવાયરલ દવાઓ વિકસિત કરવામાં આવી રહી છે.

કેટલાક વૈજ્ઞાનિકોએ કહ્યું કે, એ અત્યાર સુધી પુષ્ટિ કરી શકવું મુશ્કેલ છે કે, યૌન સંપર્કના કારણે હાલમાં યૂરોપમાં મંકીપોક્સનો પ્રસાર થયો છે. ઇમ્પિરિયલ કૉલેજ લંડનના વિષાણુ વૈજ્ઞાનિક માઇક સ્કિનરે કહ્યું કે, યૌન ગતિવિધિમાં અંતરંગ સંપર્ક સામેલ હોય છે, જેનાથી પ્રસાર વધવાની આશંકા હોય છે, પરંતુ તેમાં કોઈ વ્યક્તિના યૌન રુઝાનો અને સંચારણના માધ્યમની જાણકારી મળતી નથી. બ્રિટનની એક સ્વાસ્થ્ય સુરક્ષા એજન્સીના મુખ્ય ચિકિત્સા સલાહકાર ડૉ. સુસાન હોપકિંસે રવિવારે કહ્યું કે, દેશમાં રોજના આધાર પર મંકીપોક્સ અને કેસ આવવાની આશંકા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp