શ્રીલંકાના ચિલા શહેરમાં એક ફેસબુક પોસ્ટથી તણાવ ફેલાયો, ચાર દિવસ માટે કરફ્યુ

PC: Twitter/AIR

એક ફેસબુક પોસ્ટનું સોશિયલ મીડિયા પર વાયલ થયા પછી શ્રીલંકાના પશ્ચિમી શહેર ચિલામાં રવિવારે તણાવ વધ્યો. સમાચાર છે કે ઘણા ડઝન લોકોએ મસ્જિદો અને મુસ્લિમ સમુદાયના દુકાનો પર પથ્થરમારો પણ કર્યો હતો. આ માહિતી સમાચાર એજન્સી રોયટર્સના સ્રોત દ્વારા આપવામાં આવી છે. પોલીસનાપ્રવક્તા રૂવાન ગુનાશેખરાએ કહ્નાં કે ચિલા વિસ્તારમાં પણ કર્ફ્યુ પણ લાદવામાં આવ્યો છે. પોલીસ પ્રવક્તાએ કહ્યું કે સ્થિતિ નિયંત્રણ કરવા માટે ચિલા વિસ્તારમા તાત્કાલિક અસરથી કરર્ફ્યુ લાગુ કરવામાં આવ્યું છે. તેમણે કહ્નાં કે આ કરર્ફ્યુ આગામી દિવસમાંચાર વાગ્યા સુધી લાગુ રહેશે.કહેવામાં આવે છે કે ફેસબુક પોસ્ટનું સ્ક્રીનશૉટ ખૂબ જ વાયરલ થયો હતો. જેમાં એક ફેસબુક યુઝર ને લખ્યું છે, અમને રડાવવાં ખૂબ મુશ્કેલ છે અને આ ઉપરાંતમુસ્લિમ સમુદાય વિરુદ્ધ લખવામાં આવ્યું હતું. આ પોસ્ટ સ્થાનિક ભાષામાં લખાઇ હતી. તેના પછી મુસ્લિમ નામવાળાના એક યુઝરએ જવાબ આપ્યો હતો, બહુ હંસો નહીં, એક દિવસ તમારો પણ આવશે.

સ્થાનિક વહીવટકર્તાનું કહેવું છે કે તેઓએ એક ફેસબુક યુઝરની ધરપકડ કરી છે, જેની ઓળખ 38 વર્ષીય હમીદ મોહમ્મદ હસમર તરીકે થઇ છે છે, જે ચિલા  વિસ્તારમાં રહે છે, જ્યાં ઇસાઇ સમુદાયના લોકોની સંખ્યા વધારે છે. આથી નારાજ ભીડે તેની ધોલાઇ કરી હતી. એક સ્થાનિક મુસ્લિમ યુવકે નામ ન છાપવાની શરત પર જણાવ્યું કે તેના પછી કેટલાક લોકોએ મસ્જિદ અને મુસ્લિમ યુવાનોની દુકાન પર પથ્થરમારો કર્યો હતો. હવે સ્થિતિ નિયંત્રણમાં છે, પરંતુ અમને રાત્રિનો ભય છે. તેણે કહ્નાં કે એક મસ્જિદને વધારે ક્ષતિ થઇ છે. ઉપરાંત, એક વિડિઓ પણ સોશિયલ મીડિયા પર ફેલાયો છે, જેમાં કેટલાક લોકો મુસ્લિમોના દુકાનો પર પથ્થરો મારી રહ્યાં છે.કેટલાક સમુદાયોનું કહેવું છે કે તેમને ડર છે કે સરકારની ર્વોનિંગ પછી પણ ઇસ્લામિક હુમલાઓ વિરુદ્ધ કાર્યવાહી નિષ્ફળ રહી છે, અત્યાર સુધી બધા આતંકીઓને પકડવામાં આવ્યાં નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp