માતાએ હથેળીમાં આવી જાય તેટલી સાઈઝના બાળકને આપ્યો જન્મ, ડૉક્ટરો પણ ચોંકી ગયા

PC: cbsistatic.com

ઇંગ્લેન્ડના નોટિંધમશાયરમાં રહેતી એક મહિલાએ હથેળીમાં  આવી જાય તેવા નાના બાળકને જન્મ આપ્યો હતો. આ બાળકને જોઈને ડૉક્ટરો સહિત તમામ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ બાળકની સાઈઝ એક સિરિંઝ જેટલી હોવાનું સામે આવ્યું હતું. ઇંગ્લેન્ડના નોટિંધમશાયરમાં રહેતી 25 વર્ષીય હાના રોસ પ્રેગ્નેન્સીમાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ડૉક્ટરે હાના અને તેના પતિને કહ્યું હતું કે, બીમારીના કારણે તેમના બાળકના બચવાના ચાન્સ નહિવત છે. અને ડૉક્ટરે અબોર્શન કરાવવાની સલાહ આપી હતી. જોકે, હાનાએ મક્કમતાથી પ્રેગ્નેન્સીના 26માં અઠવાડિયામાં પ્રિમેચ્યોર ડિલિવરી કરાવી હતી. જોકે, બાળકની સિરિંઝ જેટલી સાઈઝ જોઈને ડૉક્ટર્સ પણ ગભરાઇ ગયાં હતા. હાનાએ તેના બાળકને ખોળામાં નહીં પરંતુ હથેળીમાં રાખ્યું હતું. ડૉક્ટર્સે કહ્યું કે, બાળકને ગર્ભમાં જ સેપસીસ અને મૈનિંજાઇટીસ નામની બીમારી થઇ ગઇ હતી. જેનાથી તેના જીવતા રહેવાની સંભાવના ખૂબ જ ઓછી હતી.

માતા હાનાએ જણાવ્યું હતું કે, ડૉક્ટર્સે મને અને મારા પતિને સતત કહ્યા કરતા હતા કે, તમારું બાળખ જીવિત રહેશે નહીં. અમે પણ આવી સ્થિતિ જોઇને ગભરાઇ ગયાં હતાં. મારુ બાળક એક કેચઅપની બોટલથી પણ નાનું હતું. પરંતુ મને મારું બાળક જીવિત રહેશે તેવી આશા હતી. ડૉક્ટરે બાળકને 26 અઠવાડિયા સુધી ઇન્ટેન્સિવ કેરમાં રાખ્યું હતું. તેના બચવાની સંભાવના 10 લાખમાંથી એક હતી. પરંતુ ચમત્કારિક રૂપે 27માં અઠવાડિયામાં તેને પેરેન્ટ્સની સાથે ઘરે મોકલી દેવામાં આવ્યું હતું. બાળક મેડિકલ સાયન્સને ચુનોતી આપીને જીવન જીવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp