દક્ષિણ આફ્રિકામાં રહસ્યમય સંજોગોમાં ગુજરાતી યુવાનની હત્યા.

PC: gujarati.news18.com

છેલ્લા ઘણા સમયથી વિદેશોમાં ગુજરાતી યુવાનોની હત્યાની ઘટનાઓ સતત વધી રહી છે. તેવામાં દક્ષિણ આફ્રિકામાં એક ગુજરાતી યુવાનની હત્યા કરવાની ઘટના સામે આવી છે. ભરુચના મનુબર ગામનો યુવાન સાજીદ કેસવાણની હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. તેમજ દક્ષિણ આફ્રિકામાં રહસ્યમય સંજોગોમાં યુવાનની હત્યા કરવામાં આવી છે. તે હત્યાના એક દિવસ પહેલા ગુમ થયો હતો. ત્યારે બીજા દિવસે શોધખોળ કરતા હત્યા કરાયેલી હાલતમાં સાજીદનો મૃતદેહ મળી આવતા દક્ષિણ આફ્રિકામાં રહેતા ગુજરાતીઓમાં ચકચાર મચી ગયો છે. સાજિદનો મૃતદેહ જોહનિસબગ્રથી મળી આવ્યો હતો.

સાજીદ એક દિવસ પહેલા ગુમ થયો હતો. ત્યારે બીજા દિવસે હત્યા કરાયેલ સાજીદનો મૃતદેહ મળી આવ્યો છે. જોહાનિસબર્ગ થી 75 km દૂર ફોકવીલ ગામની આ ઘટના છે. સાજીદના મોતને લઈને તેણા પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે.

દક્ષિણ આફ્રિકામાં ગુજરાતી યુવકોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. આ પહેલા અંકલેશ્વરના રવિન્દ્રા ગામના યુવાનની ગોળી મારીને હત્યા કરી નાંખવામાં આવી છે. તેના પછી ફરીથી દક્ષિણ આફ્રિકાના જોહનિસબર્ગમાં ગુજરાતી યુવક સાજીદ સીદાતની પણ હત્યા કરવામાં આવી હતી. તેમજ અપહરણ કરાયા બાદ હત્યા કરવામાં આવી હોય તેવી આશંકા છે.

જો કે, છેલ્લા ઘણા સમયથી દક્ષિણ આફ્રિકામાં ગુજરાતીઓને નિશાન બનાવીને તેમણી હત્યા કરવામાં આવી રહી છે. આ પહેલા અંકલેશ્વરનો રવિન્દ્રા ગામના યુવાનની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેના પછી હવે દક્ષિણ આફ્રિકામાં જોહનિસબર્ગમાં ભરૂચનો યુવાન સાજીદ સીદાતની હત્યા કરવાની ઘટના સામે આવી છે. તે જોતા એવું કહી શકાય છે કે દક્ષિણ આફ્રિકા ગુજરાતી યુવાનો માટે સુરક્ષીત નથી.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp