પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જરદારીની ધરપકડ

PC: freepressjournal.in

પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી જરદારીની પાકિસ્તાનમાં ધરપકડ કરવામાં આવી છે. આસિફ અલીની ફેક બેંક અકાઉન્ટ મામલે સોમવારે ધરપકડ કરવામાં આવી છે. NABની એક ટીમ જરદારીના ઘરે પહોંચી હતી અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના કો-પ્રેસિડન્ટ જરદારીની ધરપકડ કરી લીધી હતી.

ફેક બેંક અકાઉન્ટ મામલે ઇસ્લામાબાદ હાઇ કોર્ટે જરદારી અને તેની બહેન ફરયાલ તાલપુરના આગોતરા જામીનને વધારવાની અરજી ફગાવી દીધી હતી. ઇસ્લામાબાદ હાઇકોર્ટે NABને જરદારી અને ફરયાદની ધરપકડ કરવાના આદેશ આપ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp