નવમો ગ્રહ છે જઃ નાસા

PC: zeenews.india.com

પ્લુટોને ગ્રહ તરીકે ખારીજ કરી દીધા બાદ પણ સૌરમાળાના ગ્રહોની વર્તણૂંક સમજાતી નથી એ સંજોગોનાં દાયકાઓથી વિજ્ઞાનીઓ માને છે કે નવમો ગ્રહ છે જ. જો કે એ ગ્રહ ક્યાં છે, તેનું રહસ્ય હજુ ખુલતું નથી, ત્યારે અમેરિકન અવકાશ સંસ્થા નાસા માને છે કે સૂર્યથી નેપ્ચ્યુન વચ્ચેના અંતરથી 20 ઘણા અંતરે પૃથ્વી કરતાં 10 ઘણું દળ ધરાવતો ગ્રહ અસ્તિત્વ ધરાવે છે.

સૂર્ય માળાના ગ્રહોની ભ્રમણકક્ષા સમજવાના ગણિતને પગલે જ કેટલાક ગ્રહો શોધાયા છે. તમામ ગ્રહો સૂર્યના ગુરુત્વાકર્ષણ બળથી બંધાયેલા છે અને તેને કારણે તેઓ સૂર્યની ફરતે ઘૂમતા રહે છે. એ ઉપરાંત આ તમામ ગ્રહોના ગુરુત્વાકર્ષણની અસર પણ એકબીજા ઉપર પડે છે, તેને કારણે તેમની ભ્રમણકક્ષામાં ખલેલ પડતી રહે છે અને તેના કારણે જ બીજા ગ્રહો શોધી શકાયા છે.

ખાસ કરીને યુરેનશ, નેપ્ચ્યુન અને પ્લુટો એ રીતે જ મળી આવ્યા હતા. આ ગ્રહોના ગાણિતિક સ્થાન મેળવી લીધા બાદ જે તે સ્થળે તે ગ્રહની હાજરી બોલતી ન હતી, તેથી તેના ભ્રમણમાં એ પછી કોઇ ગ્રહ હોય તે ખલેલ પાડતો હોવાનું સમજાયા બાદ બીજો ગ્રહ શોધવામાં સફળતા મળી છે. પ્લુટો એ રીતે શોધાયો હતો. પણ તે કદમાં એટલો નાનો છે કે તેની શોધ પછી પણ યુરેનસ અને નેપ્ચ્યુનની ભ્રમણકક્ષા સમજાવી શકાતી નથી અને તેથી જ પ્લુટોની પેલે પાર પણ ગ્રહ હોવો જોઇએ એવું વિજ્ઞાનીઓ માનતા રહ્યા છે. હવે એ વાતને નાસાએ સ્વીકારીને એ ગ્રહ સૂર્ય અને નેપ્ચ્યૂન વચ્ચેના અંતરથી 20 ઘણા અંતરે હોવાનું અને તે પૃથ્વીના દળ કરતાં 10 ઘણા દળનો હોવાની જાહેરાત કરે છે.

કેલિફોર્નિયા ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી ખાતેના પ્લેનેટરી એસ્ટ્રોફિઝીસ્ટીસ્ટ કોન્સ્ટેન્ટીન બાત્યગીનની ટીમ હવે આ નવમો ગ્રહ શોધી કાઢવાની નજીક હોવાનું કહેવાય છે.

નેપ્ચ્યુન જેવા મહાકાય ગ્રહને પણ એ નવમો ગ્રહ બહારની તરફ ખેંચતો રહે છે. એ પરથી જ વિજ્ઞાનીઓ સતત નવમા ગ્રહની હાજરી તો સ્વીકારે છે, પણ હજુ તેનો પત્તો લાગતો નથી. પ્લુટોની પેલે પાર કુપિયર બેલ્ટ આવેલો છે, તેને પેલે પાર મહાકાય ગ્રહ હોવાની સંભાવના વિજ્ઞાનીઓ વ્યક્ત કરી રહ્યા છે. હવે એ ગાણિતિક સ્થાન પર નવમો ગ્રહ મળી આવે તો સૌર માળાનો નવો ચહેરો વિજ્ઞાનીઓએ ઘડી કાઢવો પડશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp