અરબોપતિ સેલિબ્રિટીએ ટ્વીટર પર ફેન્સ પાસે માંગ્યા પૈસા, મળ્યા 4.5 કરોડ

PC: twitter.com

એક સેલિબ્રિટી અચાનક ફેન્સ પાસે પૈસા માંગવા લાગ્યો અને તેની પર પૈસાનો વરસાદ પણ થવા લાગ્યો હતો. અસલમાં નાઈજીરીયન-અમેરિકન સંગીતકાર ડેવિડોએ જાહેરાત કરી કે, તે નાઈજીરીયાના અનાથાશ્રમોને 600000 ડૉલર દાનમાં આપશે. ડેવિડોએ આ માટે ઓનલાઈન કેમ્પેઈનની શરૂઆત કરી, જેમાં તેને પોતાના ફેન્સનો ઘણો સાથ મળ્યો. ડેવિડોએ આ અઠવાડિયાની શરૂઆતમાં પોતાના ટ્વીટર હેન્ડલ પર લખ્યું હતું કે, જો તમે જાણો છો કે મેં તમને એક હીટ ગીત આપ્યું છે તો મને પૈસા મોકલજો. પોતાના ગીત દામી ડ્યુરો અને ફોલ માટે જાણીતો ડેવિડો છેલ્લા એક દશકમાં આફ્રિકાના સૌથી ટોચના કલાકારોમાંથી એક રહ્યો છે અને ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધારે ફોલોઅર્સ ધરાવનાર આફ્રિકન કલાકાર પણ છે.

તેણે બુધવારે પોતાનું ફંડ રેઝર લોન્ચ કર્યું હતું. તેનો ઉદ્દેશ એક પોર્ટ પરથી પોતાની રોલ્સ રોય કારને ખાલી કરાવવા માટે 100 મિલિયન નાયરા (243000 ડોલર) ભેગા કરવાનો હતો. ફંડ રેઝરની શરૂઆતની 10 મિનિટમાં જ તેણે 17000 ડૉલર ભેગા કરી લીધા હતા. શનિવાર સુધીમાં તેણે કુલ 485000 ડૉલર ભેગા કરી લીધા હતા. તેનો ઉપયોગ ધર્માર્થના ઉદ્દેશ માટે કરવામાં આવશે. ડેવિડોએ એક સ્ટેટમેન્ટમાં લખ્યું છે કે, મેં થોડાં દિવસો પહેલા અનુરોધ કર્યો હતો કે મારા મિત્ર અને સહકર્મી મારા જન્મદિવસના જશ્નમાં પૈસા મોકલે. સંગીતકાર ડેવિડો એડલકે 21 નવેમ્બરના રોજ 29 વર્ષનો થયો છે.

તેણે કહ્યું હતું કે, તેનો ઉદ્દેશ હવે દર વર્ષે પોતાનો જન્મ દિવસ ઉજવવો અને જરૂરિયાતમંદ લોકોની મદદ માટે ફંડ એકઠું કરવાનો છે. ડેવિડોએ કહ્યું હતું કે, તે 120000 ડૉલરનું પર્સનલ દાન કરશે. ડેવિડોએ બુધવાર અને ગુરુવાર દરમિયાન ફંડ રેઝર અંગેના અપડેટ લોકો સાથે સતત શેર કર્યા હતા. તેના આ ફંડ રેઝરમાં ઘણા સેલિબ્રિટીઓએ પણ મદદ કરી છે. નાઈજીરિયન રેપર એમઆઈ અબાગાએ 1 મિલિયન નાઈજીરિયન પૈસા મોકલ્યા હતા. આ પૈસાની સાથે તેણે લખ્યું હતું કે, મને ડેવિડોની સાથે પોતાનું એક હિટ ગીત જોઈએ.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp