આ લક્ઝરી હોટલમાં છૂપાયો છે ભાગેડુ નિરવ મોદી, જાણો રોજનું કેટલું ભાડું છે?

PC: scmp.com

પંજાબ નેશનલ બેન્કને 11 હજાર કરોડ રૂપિયોનો ચૂનો ચોપડીને અમેરિકા ભાગી જનારા નિરવ મોદીની વિરુદ્ધ સીબીઆઈ અને ઈડીએ કેસ દાખલ કર્યો છે. નિરવ મોદીનાં કૌભાંડે દેશની ઊંઘ હરામ કરી નાંખી છે ત્યારે મહાકૌભાંડી નિરવ મોદી ન્યૂયોર્કમાં લક્ઝરીયસ લાઈફ માણી રહ્યો છે. CBIની ઓફિશિયલ ટીમ પ્રમાણે નિરવ મોદીને હજુ સુધી ટ્રેસ કરી શકાયો નથી. જોકે, મીડિયા રિપોર્ટસ પ્રમાણે નિરવ મોદી અમેરિકાની સૌથી મોંઘી મનાતી જે ડબ્લ્યુ મેરીયટના સ્યુટમાં રોકાયો છે. તેની સાથે તેનો પરિવાર પણ છે. નિરવની પત્ની અમેરિકન નાગરિક છે. 

બેન્કોને એક પણ રૂપિયો ચૂકવ્યા વગર ભાગી ગયેલા નિરવ મોદીએ 90 દિવસ માટે હોટલ બુક કરાવી છે. આ હોટલનો એક દિવસનું ભાડું 1164 અમેરિકી ડોલર એટલેકે 75 હજાર રૂપિયા છે. હોટલને 67 લાખ રૂપિયામાં બુક કરવામાં આવી છે. બેન્ક કૌભાંડનો આરોપી ન્યૂયોર્કની પ્રખ્યાત સેન્ટ્રલ પાર્કના ફેસીંગવાળા એસેક્સ હાઉસના 36મા માળે છે.

કૌભાંડ બહાર આવ્યા બાદ નિરવ મોદીનો ફોન બંધ થઈ ગયો છે. જોકે, ન્યૂયોર્કના હોટલમાં નિરવ મોદીની ગતિવિધિઓને ખૂબ જ એક્ટીવ બતાવવામાં આવી રહી છે. હોટલના સ્ટાફે મોદીને જોયો છે. ભારતમાં કૌભાંડ બહાર આવ્યા બાદ હોટલ 36મા ફ્લોર પર અનેક લોકો એકત્ર થયા હતા. જોકે, નિરવ મોદી પોતે ખૂબ જ શાંત જણાઈ આવી રહ્યા હતા. તેની પત્ની એમીને પણ હોટલમાંથી બાહર આવતા-જતી જોવામાં આવી છે.

નિરવ મોદી અંગે હોટલમાં પુછપરછ કરવામાં આવી તો રૂમમાં નિરવ અને તેની પત્ની એમી ન હોવાનું કહેવાયું હતું અને રૂમમાં બાળકો જ હોવાની જાણકારી આપવામાં આવી હતી.

નિરવ મોદી અમેરિકામાં હોવાની વાતનું સમર્થન ભારત સરકારે પણ કર્યું છે. વિદેશ મંત્રાલયનું કહેવું છે કે નિરવ મોદી અમેરિકાની હોટલમાં છૂપાયો છે. ભારતના અધિકારીઓ અમેરિકી સરકારના સંપર્કમાં છે અને તેને ભારત લાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ભારત સરકારે નિરવ મોદીના પાસપોર્ટને ચાર અઠવાડિયા માટે સસ્પેન્ડ કરી દીધો છે. નિરવને પકડવા માટે ઈન્ટરપોલની મદદ માંગવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp