કોરોનાને લઈને ખુલી નોર્થ કોરિયાની પોલ, ચૂપચાપ કરી રહ્યું છે આ કામ!

PC: military.com

જ્યારે આખી દુનિયા કોરોના વાયરસ સામે ઝઝૂમી રહી છે, ત્યારે ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉન મિસાઈલ પરીક્ષણ કરાવી રહ્યા છે. ઉત્તર કોરિયામાં આધિકારીકરીતે કોરોના વાયરસનો એક પણ મામલો નથી. જોકે, ઉત્તર કોરિયાના આ દાવાને લઈને ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે.

એક નવા રિપોર્ટ અનુસાર, ઉત્તર કોરિયા સાર્વજનિકરીતે પોતાને ત્યાં કોરોના વાયરસનો એક પણ કેસ ન હોવાની વાત કહી રહ્યું છે, પરંતુ વાયરસ સામે લડવા માટે ગુપ્તરીતે બીજા દેશોની મદદ માગી રહ્યું છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, ઉત્તર કોરિયાના અધિકારી ગુપ્તરીતે બીજા દેશો પાસે કોરોના વાયરસને અટકાવવા માટે મદદ માગી રહ્યા છે. અન્ય એક મીડિયા રિપોર્ટમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે, ઉત્તર કોરિયા દક્ષિણ કોરિયા અને અન્ય આંતરરાષ્ટ્રીય સંગઠનોને પણ માસ્ક અને ટેસ્ટ મશીન મોકલવા માટે કહી રહ્યું છે.

આખી દુનિયામાં કોરોના વાયરસના 7 લાખ કરતા વધુ મામલા સામે આવી ચુક્યા છે અને 33000 કરતા વધુ લોકોના મોત થઈ ચુક્યા છે. પરંતુ ઉત્તર કોરિયા પોતાના દેશમાં તેનો એક પણ મામલો ન હોવાનું કહી રહ્યું છે. ઉત્તર કોરિયાએ જાન્યુઆરી મહિનાના અંતમાં ચીન સાથે જોડાયેલી પોતાની બોર્ડર બંધ કરી દીધી હતી. ઉત્તર કોરિયાએ ચીનમાંથી જાન્યુઆરી મહિનામાં આવેલા 590 નાગરિકોનો ટેસ્ટ કર્યો હતો, પરંતુ તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.

દક્ષિણ કોરિયાના મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઉત્તર કોરિયામાં કોરોના વાયરસને કારણે ઘણા મોત થઈ ચુક્યા છે, પરંતુ તે દુનિયાથી તેને છૂપાવી રહ્યું છે. અન્ય એક મીડિયા રિપોર્ટ અનુસાર, કોરોના વાયરસના કારણે ઉત્તર કોરિયાના 180 સૈનિકોના મોત થઈ ચુક્યા છે અને 3700 સૈનિકોને ક્વોરેન્ટિન કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp