કિમ જોંગના નિવેદનથી ભડક્યા ટ્રમ્પ, રદ્દ કરી સિંગાપોરમાં થનારી મુલાકાત

PC: notitotal.com

ઉત્તર કોરિયાએ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સને અજ્ઞાની અને મૂર્ખ કહીને બંને દેશો વચ્ચેની શિખર વાર્તાને રદ્દ કરવાની ફરીથી એક વખત ચેતવણી આપી હતી. તેની સાથે જ અમેરિકાને પૂછવામાં આવ્યું હતું કે અમારી સાથે મીટિંગ રૂમમાં મળશો કે પછી પરમાણુ યુદ્ધમાં મુકાબલો કરશો. આ સ્ટેટમેન્ટથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભડકી ગયા છે અને તેમણે સિંગાપોરમાં થનારી મીટિંગને રદ્દ કરી દીધી છે.

ઉત્તર કોરિયાના વિદેશ મામલોમાં ઉપમંત્રી ચો સુન હુઈએ સરકારી એજન્સીને કહ્યું હતું કે, માઈક પેન્સને ફોક્સ ટીવીને આપેલા ઈન્ટરવ્યું પર તેમના વિરુદ્ધ ઘણું બોલ્યા હતા. તેમણે કહ્યું હતું કે, અમેરિકી ઉપરાષ્ટ્રપતિના મોંમાંથી નીકળી રહેલી તેમની મુર્ખામી ભરી વાતો સાંભળીને હું મારી હેરાની છૂપાવી શકતી નથી.

સોમવારે ફોક્સ ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુમાં ઉત્તર કોરિયાઈ તાનાશાહ કિમ જોંગ ઉનને ચેતવણી આપી હતી કે જો તેમણે ડોનાલ્ડ ટ્રમ્પની સાથે સિંગાપોરમાં આગામી મહિને થનારી શિખર બેઠર પહેલ કોઈ ખેલ રમ્યો તો એ તેમની ઘણી મોટી ભૂલ હશે. તેની સાથે એ પણ કહ્યું હતું કે, જો કિમ જોંગ ઉને સમાધાન ન કર્યું, તો તેમની હાલત પણ હશ્ન લિબિયાઈ તાનાશાહ ઓમર ગદ્દાફી જેવી થશે. જણાવી દઈએ કે લીબિયામાં થયેલા જનાંદોલન દરમિયાન ગદ્દાફીને લોકોએ મારી નાખ્યો હતો.

પેન્સની આ વાતોથી ઉત્તર કોરિયા ભડકી ગયું છે. તેમના આ સ્ટેટમેન્ટને લઈને વિદેશી ઉપમંત્રીએ સખત શબ્દોમાં પેન્સને અજ્ઞાની અને મૂર્ખ કહ્યા હતા. ચોએ કહ્યું હતું કે અમે ક્યારેય પણ અમેરિકા સાથે વાતચીત માટેની ભીખ માંગી નથી અને જો તે અમારી સાથે બેસવા નથી માંગતુ તો અમે પણ તેમને મનાવવાની કોશિશ કરશું નહીં. આ સંપૂર્ણરીચે અમેરિકા પર નિર્ભર કરે છે કે તેણે અમારી સાથે મીટિંગ રૂમમાં મળવું છે કે પરમાણુ યુદ્ધમાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp