નોર્થ કોરિયાએ ફરી આપી ચેતવણી- પરમાણું યુદ્ધ થવાનું નક્કી છે

PC: publicbroadcasting.net

અમેરિકા અને દક્ષિણ કોરિયાના સંયુક્ત સૈન્ય અભ્યાસથી પરેશાન થયેલા ઉત્તર કોરિયાએ કહ્યું હતું કે કોરિયાઈ પ્રાયદ્વીપ પર પરમાણું યુદ્ધ થવાનું નક્કી જ છે પરંતુ ક્યારે તેનો જવાબ કોઈ પાસે નથી. ગયા અઠવાડિયે ત્રીજી વખત ઉત્તર કોરિયા દ્વારા આંતરરાજ્ય બેલેસ્ટીક મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આના પછઈ અમેરિકા અને દક્ષિણ કોરિયાએ સંયુક્ત યુદ્ધાભ્યાસ કરી પોતાની તાકાત દેખાડવાનું શરૂ કરી દીધું છે. આ અભ્યાસમાં બંને દેશોના હજારો અત્યાધુનિક જંગી જહાજો હિસ્સો લેવાના છે.
ઉત્તર કોરિયાના વિદેશ મંત્રાલયે દાવો કર્યો છે કે અમેરિકાના કેટલાંક અધિકારીઓ યુદ્ધ થવાનો ઈરાદો રાખે છે. અમેરિકાની ઈન્ટેલિજન્સ એજન્સી સીઆઈએના ડાયરેક્ટર માઈક પોંપિયોએ કહ્યું હતું કે કિમ જોંગ-ઉનને દેશ અને વિદેશમાં પોતાની ખતરનાક પરીસ્થિતિનો કોઈ અંદાજો નથી.
ઉત્તર કોરિયાના મંત્રાલયના એક અજ્ઞાત પ્રવક્તાએ પોંપિયોના આ સ્ટેટમેન્ટને સુપ્રીમ લીડરની બેઈજ્જતિ અને ઉ. કોરિયાના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.