હિન્દુસ્તાનમાં જ નહીં, દુનિયાના 30 દેશોમાં ચૂંટણીનો ધમધમાટ, જાણો ક્યાં કયાં

PC: timesofindia.indiatimes.com

આપણે ત્યાં ફેબ્રુઆરી મહિનાથી છેક મે મહિનાના અંત સુધી ચૂંટણીઓની મૌસમ ચાલી રહી છે. ગરમીમાં વધુ ગરમી પેદા કરી રહી છે આ સિઝન. અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ પ્રમાણે, આવી મૌસમ આપણે ત્યાં જ નહીં પરંતુ દુનિયાના 30 જેટલા દેશોમાં આ સિઝનમાં ચૂંટણી છે. આ દેશો માટે ભાગે એશિયા, યૂરોપ અને આફ્રિકાના દેશો છે. આપણી સિઝન શરૂ થઇ ત્યારે સૌથી પહેલી ચૂંટણી 23 ફેબ્રુઆરીએ નાઇઝિરિયામાં ચૂંટણી થઇ અને હવે 26 મેના દિવસે બેલ્જિયમની ચૂંટણી યોજાવા જઇ રહી છે. આપણી ચૂંટણી પૂરી થાય તે પહેલા આફ્રિકાના 11 દેશોએ તેમની સરકાર ચૂંટણી લીધી હશે. જો વર્ષ 2019ની વાત કરીએ તો દુનિયાના 50 દેશોમાં નવી સરકારો રચાઇ જશે. જો ગુજરાતીઓની વાત કરીએ તો તેમણે બબ્બે દેશોની ચૂંટણીઓ પર નજર રાખી હશે. કારણ કે દુનિયાના મોટાભાગના દેશોમાં ગુજરાતીઓ વસે છે.

આ દેશોમાં ચૂંટણી
નાઇઝિરિયા-23 ફેબ્રુઆરી
ઇસ્ટોનિયા -3 માર્ચ
ઉત્તર કોરિયા-10 માર્ચ
થાઇલેન્ડ-24 માર્ચ
યુક્રેઇન -21 એપ્રિલ
માલદીવ્સ -6 એપ્રિલ
ઇસ્ત્રાએલ -9 એપ્રિલ
ઇન્ડોનેશિયા -17 એપ્રિલ
સ્પેઇન -28 એપ્રિલ
સાઉથ આફ્રિકા -8 મે
ફિલિપાઇન્સ-13 મે
ઓસ્ટ્રેલિયા -18 મે
બેલ્જિયમ -26 મે 

ભારતમાં યોજાઇ રહેલી લોકસભા ચૂંટણીનું પરિણામ 23 મેના રોજ જાહેર કરવામાં આવશે,અને ત્યારે જ ખબર પડશે કે કેન્દ્રમાં સરકારનું પરિવર્તન થાય છે કે પુનરાવર્તન ?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp