ખતરનાક છે ઓમીક્રોન, WHOએ જણાવ્યું કોણે વધારે બચીને રહેવાની જરૂરિયાત છે

PC: who.int

ઓમીક્રોનના વધતા કેસોને જોતા વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) વારંવાર લોકોને સાવધાની રાખવાની અપીલ કરી રહી છે. બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં વિશ્વ આરોગ્ય સંસ્થાના પ્રમુખ ટેડ્રોસ અધાનોમે જોખમ બાબતે લોકોને ચેતવણી આપી છે. ટેડ્રોસ અધાનોમે જણાવ્યું કે કોરોના વાયરસનો ઓમીક્રોન વેરિયન્ટ ખૂબ ખતરનાક છે ખાસ કરીને એ લોકો માટે જેમણે વેક્સીન લીધી નથી. તેમણે કહ્યું કે ઓમીક્રોન વેરિયન્ટના કારણે આખી દુનિયામાં કેસ વધી રહ્યા છે પરંતુ તેની વિરુદ્ધ લડવાની હિંમત હારવી ન જોઈએ.

વિશ્વ આરોગ્ય સંસ્થાના પ્રમુખ ટેડ્રોસ અધાનોમે કહ્યું કે ઓમીક્રોન ડેલ્ટા વેરિયન્ટની તુલનામાં ઓછો ગંભીર છે એ છતા તે ખતરનાક વાયરસ છે. ખાસ કરીને એ લોકો માટે જેમણે વેક્સીન લીધી નથી. આપણે આ વાયરસને મુક્ત રીતે ફરવા દેવો ન જોઈએ એ પણ ત્યારે જ્યારે આપણી આસપાસ ઘણા લોકોએ વેક્સીન લીધી નથી. દક્ષિણ આફ્રિકામાં 85 ટકાથી વધારે લોકોને અત્યાર સુધી વેક્સીનનો પહેલો ડૉઝ પણ મળી શક્યો નથી. આ મહામારીને ત્યાં સુધી સમાપ્ત નહીં કરી શકીએ જ્યાં સુધી આપણે વેક્સીનના આ અંતરને દૂર કરતા નથી.

ટેડ્રોસ અધાનોમ ઈચ્છે છે કે સપ્ટેમ્બર 2021ના અંત સુધી દરેક દેશ પોતાની વસ્તીના 10 ટકા, ડિસેમ્બરના અંત સુધી 40 ટકા અને વર્ષ 2022ના મધ્ય સુધી 70 ટકા વેક્સીનેશન કરી લે પરંતુ 90 દેશ અત્યાર સુધી 40 ટકા સુધી પહોંચી શક્યા નથી. તેમાંથી 36 અત્યારે પણ 10 ટકાથી ઓછામાં છે. તેમણે કહ્યું કે દુનિયાભરની હૉસ્પિટલોમાં એડમિટ થનારા લોકોમાં મોટા ભાગના લોકો એ જ છે જેમણે વેક્સીન લીધી નથી. ટેડ્રોસ અધાનોમે કહ્યું કે વેક્સીન કોરોના વાયરસના ગંભીર કેસોથી બચાવે છે પરંતુ તે સંક્રમણ ફેલાતા સંપૂર્ણ રીતે રોકતી નથી.

તેમણે કહ્યું કે વધારે ટ્રાન્સમિશનનો અર્થ છે કે હૉસ્પિટલોમાં વધારે એડમિટ થવા, વધારે મોત, વધારે લોકોનું કામ પર ન જઈ શકવું જેમ કે શિક્ષકો અને હેલ્થ વર્કર્સ. વિશ્વ આરોગ્ય સંસ્થાના પ્રમુખે કહ્યું કે એટલું જ નહીં અત્યારે હજુ પણ બીજા વેરિયન્ટ આવવાનું જોખમ છે જે ઓમીક્રોનથી પણ વધુ ઝડપથી ફેલાઈ શકે છે અને વધારે જીવલેણ હોય શકે છે. દુનિયાભરમાં કોરોના વાયરસથી મોતોની સંખ્યા લગભગ 50 હજાર દર અઠવાડિયે થઈ ગઈ છે. તેમણે કહ્યું કે આ વાયરસ સાથે જીવતા શીખવાનો અર્થ એ નથી કે આપણે એટલી મોત સ્વીકારવાની શરૂઆત કરી દઈએ.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp