આ દેશમાં મળ્યો ઓમીક્રોનનો ઘાતક સ્ટ્રેન BA.2, જાણો WHOએ શું કહ્યું

PC: futurecdn.net

કોરોનાનો નવો ઓમીક્રોન વેરિયન્ટ આખી દુનિયામાં કહેર મચાવી રહ્યો છે. ઓમીક્રોનના કેસ વિશ્વમાં સતત વધી રહ્યા છે. ઓમીક્રોન વેરિયન્ટના પણ ત્રણ સ્ટ્રેન છે. તેમનું નામ BA.1, BA.2 અને BA.3 આ ત્રણ સ્ટ્રેનમાંથી બ્રિટનમાં અત્યાર સુધીમાં BA.1નો કહેર વધારે પ્રમાણમાં હતો. પણ હવે કહેવામાં આવી રહ્યું છે કે, BA.2 સ્ટ્રેન પણ આવી ચૂક્યો છે. BA.2 સ્ટ્રેન સૌથી ઝડપથી ફેલાનારો વેરિયન્ટ છે.

રિપોર્ટ અનુસાર UK હેલ્થ સિક્યોરીટી એજન્સીએ ઓમીક્રોન વેરિયન્ટના 53 સિક્વન્સની ઓળખ કરી છે. UKHSAના જણાવ્યા અનુસાર BA.2 સ્ટ્રેનના 53 જેટલા કેસ સામે આવ્યા છે. હેલ્થ એજન્સી દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે, ખૂબ જ ઝડપથી ફેલાતા આ ઓમીક્રોન વેરિયન્ટના લક્ષણો ખૂબ જ ઓછા ગંભીર છે. UKHSAએ ચેતવણી આપી છે કે, BA.2 સ્ટ્રેન 53 સિક્વન્સ છે. જે ખૂબ જ વધારે સંક્રમક છે. આ વેરિયન્ટનો કોઈ મ્યુટેશન નથી. જેથી તેને સરળતાથી ડેલ્ટા વેરિયન્ટથી અલગ કરી શકાય છે. થોડા દિવસ પહેલા ઇઝરાયેલમાં પણ આ ઓમીક્રોનનો આ સ્ટ્રેન સામે આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર ઇઝરાયેલમાં 20 કેસમાં આ સ્ટ્રેનની ઓળખ થઇ છે. પણ હજુ એવી માહિતી મળી નથી કે BA.2 સ્ટ્રેન ઓમીક્રોનથી વધારે ખતરનાક છે કે નહીં. પણ બ્રિટને કહ્યું છે કે, આ સ્ટ્રેન વધારે ઘાતક અને વધારે સંક્રમક છે. રિપોર્ટ અનુસાર BA.2 સ્ટ્રેન ઘણા દેશોમાં પહોંચી ચૂક્યો છે. ડેન્માર્ક, ઓસ્ટ્રેલીયા, કેનેડા, ચીન, ભારત અને સિંગાપુરમાં આ સ્ટ્રેન જોવા મળ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા અનુસાર ઓમીક્રોનના સ્ટ્રેન BA.1 અને BA.3ના સ્પાઈક પ્રોટીનમાં 69થી 70 વિસ્તરણ છે. પણ તે BA.2માં નથી.

ભારતમાં કોરોના વાયરસના જિનોમિક સીક્વેક્સિંગ પર અભ્યાસ કરવા માટે ઇન્ડિયન સાર્સ કોવ 2 જિનોમિક ક્ન્સોર્ટીયમ છે. જેને INSACOG કહેવામાં આવે છે. તેની દેશમાં 38 લેબોરેટરી છે. INSACOGનું કહેવું છે કે, ઓમીક્રોન વેરિયન્ટનો ભાઈ BA.1 દેશમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ વેરિયન્ટે મહારાષ્ટ્રમાં તો ડેલ્ટાની જગ્યા લઇ લીધી છે.

ઉલ્લેખનીય છે કે, ડેલ્ટાની તુલનામાં ઓમીક્રોન વેરિયન્ટ વધારે લોકોને સંક્રમિત કરી શકે છે. પણ તજજ્ઞો એવું કહી રહ્યા છે કે, આ વેરિયન્ટ ડેલ્ટાની જેમ વધારે ઘાતક નથી. પણ હવે આ વેરિયન્ટના બીજા સ્ટ્રેનના કેસ પણ અલગ-અલગ દેશમાંથી સામે આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp