OnePlus 7T ફર્સ્ટ લુક રીવિલ, ફોન ત્રણ રિયર કેમેરાથી સજ્જ
OnePlus 7T 26 સપ્ટેમ્બરે લોન્ચ કરવામાં આવશે, પણ સત્તાવાર લોન્ચ પહેલા OnePlusના CEO પીટ લાઉએ OnePlus 7T ના સત્તાવાર ફોટા શેર કર્યા છે. ફોટામાં OnePlus 7T ગ્રેડિઅન્ટ બ્લૂ ડિઝાઈનની સાથે જોવા મળી રહ્યો છે. OnePlus બ્રાન્ડનો આવનારા આ ફોનના બેક પેનલ પર બ્લૂનો લાઈટ શેડ છે.
Our brand new design with 4th generation matte-frosted glass #OnePlus7T https://t.co/w35HE2AyKj pic.twitter.com/oNEI7NkZPk
— Pete Lau (@PeteLau) September 17, 2019
ફોનના કેમેરાની વાત કરીએ તો, કેમેરાની મોડ્યુલની ઉપર ત્રણ સેન્સરની ફોકલ લેન્થ છે. જે 17 mm, 26 mm અને 51mm ના છે.
કંપની પહેલા જ ખુલાસો કરી ચૂકી છે કે OnePlus 7 Pro ની જેમ OnePlus 7Tના ફ્રન્ટ પર પણ 90હર્ટસનું ડિસ્પ્લે રહેશે.
OnePlus 7Tમાં ત્રણ રિયર કેમેરા છે. 48 મેગાપિક્સલનું પ્રાઈમરી સેન્સર, 12 મેગાપિક્સલનું ટેલીફોટો લેન્સ અને 120 ડિગ્રી ફીલ્ડ ઓફ-વ્યૂની સાથે 16 મેગાપિક્સલનું અલ્ટ્રા વાઈડ એન્ગન સેન્સર હોય શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp