પાકિસ્તાનના સાંસદનો ન્યૂડ વીડિયો વાયરલ થયો, ત્રીજી પત્ની પર અકળાયા

PC: aajtak.in

પાકિસ્તાનની PTI પાર્ટીના સાંસદ અને પ્રખ્યાત ટીવી હોસ્ટ આમિર લિયાકતનો વાંધાજનક વીડિયો સોશિયલ મીડિયા પર લીક થયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો લિયાકતની ત્રીજી પત્ની દાનિયા શાહે લીક કર્યો હતો, દાનિયાએ તાજેતરમાં જ છૂટાછેડા માટે કોર્ટમાં અરજી દાખલ કરી છે.

દાનિયાએ આમિર લિયાકત પર મારપીટ, કેદ અને બળજબરીથી નગ્ન વીડિયો શૂટ કરવાના ગંભીર આરોપો લગાવ્યા છે.

સોશિયલ મીડિયા પર લીક થયેલા આ વીડિયોમાં લિયાકતને નગ્ન હાલતમાં જોઈ શકાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે બેડ પર દવાઓ પણ રાખવામાં આવી છે.

આ લીક થયેલા વીડિયો પર લિયાકતે ટ્વીટ કરીને કહ્યું છે કે તે ન્યૂડ વીડિયો પર મારું સ્ટેન્ડ જાણવા માંગે છે. જવાબ એ છે કે આ રીતે વીડિયો લીક કરવા પાછળ જવાબદાર લોકોનું શું સ્ટેન્ડ છે.? ક્યાં છે ન્યાયતંત્ર, જેની જવાબદારી દરેક નાગરિકના સન્માનની રક્ષા કરવાની છે, ન્યાયતંત્રએ કેમ કોઈ પગલાં લીધાં નથી, ફેડરલ ઇન્વેસ્ટિગેશન ઓથોરિટીની સાયબર ક્રાઈમ વિંગે હજુ સુધી કેમ કોઈ પગલાં લીધાં નથી.

પાકિસ્તાનના સાંસદે કહ્યું કે જેઓ વ્યભિચાર કરે છે તે સારા છે પરંતુ જેઓ નિકાહ પસંદ કરે છે તે ખરાબ છે. દાનિયાએ જે કર્યું છે તે નિકાહ જેવા પવિત્ર સંબંધને ખતમ કરવા જેવું છે.
લિયાકતે કહ્યું, આ વીડિયોમાં હોવાને કારણે લોકો મારી મજાક ઉડાવી રહ્યા છે. જો આ વિડિયોમાં કોઈ મહિલા હોત તો શું ઉદારવાદીઓ હજુ પણ આવું વર્તન કરતા હોત?

સાંસદે કહ્યું  તે આવો કોઈ વીડિયો શેર કરવા માંગતો નથી કારણ કે તે સંસ્કારી રીતે આગળ વધવા માંગે છે. દાનિયાએ અલ્લાહ દ્વારા નિર્મિત તમામ મર્યાદાઓ વટાવી દીધી છે. તેણે લગ્નની ગોપનીયતા અને વિશ્વાસને તોડ્યો છે

કુરાનની આયતનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે પતિ-પત્ની એકબીજાના વસ્ત્રો જેવા છે અને દાનિયાએ આ કપડાના ટુકડા- ટુકડા કરી નાખ્યા છે.

વીડિયો લીક થવાના આરોપો પર દાનિયાએ એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું કે, મેં કોઈ વીડિયો બનાવ્યો નથી. કોઈએ મને આ વીડિયો મોકલ્યા છે, મેં તેમના પર કોઈ કાદવ ઉછાળ્યો નથી. હું ઇચ્છું છું કે તે મને કાયદેસર રીતે છૂટાછેડા આપે.

દાનિયાએ આમિર લિયાકત પર દારૂની સાથે ડ્રગ્સ લેવાનો આરોપ લગાવ્યો છે.તેણે લિયાકત પર એવો પણ આરોપ લગાવ્યો હતો કે તેણે તેના બનાવેલા એડલ્ટ વિડિયોઝ બનાવડાવતો હતો. જેથી તે વિદેશમાં કેટલાક લોકોને મોકલી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp