પાકિસ્તાની કોર્ટે બાળકીના બળાત્કારીને જે સજા આપી તેના પરથી ભારતે પણ શીખવું જોઈએ

PC: Faisal Mahmood Photo

પાકિસ્તાનના પંજાબના 7 વર્ષની બાળકી સાથે બળાત્કાર અને હત્યાનો કેસ લાહોર હાઈકોર્ટમાં આવ્યો હતો અને આ કેસમાં લાહોર હાઈકોર્ટે મોટો ફેંસલો સંભળાવ્યો હતો. હાઈકોર્ટે આરોપીને દોષી માનીને તેને મોતની સજા સંભળાવી હતી. કોર્ટે આ કેસને ખૂબ જ ગંભીરતાથી લઈને કહ્યું હતું કે, બળાત્કારીને 4 વાર મોતની સજા મળવી જોઈએ. કોર્ટે આ કેસમાં 2 મહિનાની અંદર જ ફેંસલો સંભળાવી દીધો હતો.

કસુર શહેરની આ ઘટના પર આખું પાકિસ્તાન ગુસ્સે છે. માસૂમ બાળકીના બળાત્કારના આરોપમાં બાળકીના પાડોશી ઈમરાન અલીની ધરપકડ કરી લેવામાં આવી હતી અને 24 વર્ષના દોષીને સજા પણ સંભળાવી દેવામાં આવી હતી. આ કેસમાં પાકિસ્તાનના લોકોએ કેટલાય શહેરોમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું. આને પાકિસ્તાનની નિર્ભયા જેવી ઘટના કહેવામાં આવી હતી. પાકિસ્તાન સિવાય દુનિયાભરમાં આ ઘટનાની નિંદા કરવામાં આવી હતી. આરોપીને ફાંસીની સજાની સાથે 10 લાખ રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp