F16ને અડક્યું પણ નહિ તેને ભારતમાં સન્માન, અભિનંદનને વીર ચક્ર આપવા પર ભડક્યું પાક

PC: indianexpress.com

બાલાકોટના હીરો અભિનંદન વર્ધમાનને વીર ચક્ર સન્માન પ્રદાન કર્યા પછીથી પાકિસ્તાન બોખલાયું છે. પાકિસ્તાને કહ્યું કે આ મામલો દેખાડે છે કે ભારત કઇ રીતે તથ્યોને ખોટી રીતે રજૂ કરે છે અને તે વ્યક્તિને સન્માન આપે છે જેમે અમારા મિગ-21ને અડક્યું પણ નથી. ભારત કાલ્પનિક દુનિયાનાં જીવવાની કોશિશ કરે છે. પાકિસ્તાની સમાચાર પત્ર ડૉનમાં વિદેશ મંત્રાલયનું નિવેદન પ્રકાશિત કરવામાં આવ્યું છે.

પાકિસ્તાન વિદેશ મંત્રાલયે અભિનંદનને સન્માનિત કરવાને સૈન્ય આચાર સંહિતાના વિરોધમાં ગણાવ્યું છે. પાકિસ્તાની વિદેશ મંત્રાલયે આગળ કહ્યું કે, પાકિસ્તાન સંપૂર્ણ રીતે ભારતના નિરાધાર દાવાઓને સ્પષ્ટ રીતે ફગાવે છે કે એક ભારતીય પાયલટ અભિનંદન દ્વારા એક પાકિસ્તાની એફ-16 વિમાનને તોડી પાડવામાં આવ્યું હતું.

આ પહેલા સોમનારે પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા શેરી રહેમાને આને લઇ એક નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે શું ખરેખર આવું થઇ રહ્યું છે? પાકિસ્તાનની કસ્ટડીમાં ચા પીવા માટે તેમને એવોર્ડ આપવામાં આવ્યો છે. તો ડિજિટલ મીડિયા પર પ્રધાનમંત્રી ઈમરાન ખાનના પ્રવક્તા ડૉ. અર્સલાન ખાલિદે એક ટ્વીટમાં આને લઇ વિવાદિત ટિપ્પણી કરી. ખાલિદે તે સમયના ઘટનાક્રમને પાકિસ્તાનની જીત ગણાવી.

યાદ હોય તો, 27 ફેબ્રુઆરી, 2019ના રોજ બાલાકોટ હવાઈ હુમલાને લઈ એક દિવસ પહેલા ભારત વિરુદ્ધ જવાબી કાર્યવાહી પાકિસ્તાને શરૂ કરી હતી. બંને દેશો વચ્ચે થયેલી હવાઈ ઝડપ દરમિયાન વિંગ કમાન્ડર વર્ધમાનનું મિગ-21 વિમાન તૂટી જતા તેમને પાકિસ્તાન દ્વારા પકડી લેવામાં આવ્યા હતા. તેમનું વિમાન તૂટી પડ્યા પછી પણ કમાન્ડરને ખબર ન હતી કે તેઓ પાકિસ્તાનમાં છે. પરંતુ જેવી જ તમને ખબર પડી કે તેઓ પાકિસ્તાનમાં છે તો તેમણે સૌથી પહેલા જરૂરી દસ્તાવેજોનો નાશ કરી દીધો હતો, જેથી દેશની મહત્ત્વની જાણકારી દુશ્મનોના હાથ ન લાગે. 

વર્ધમાનનું પોતાનું વિમાન તૂટી પડ્યું તે પહેલા તેમણે પાકિસ્તાનના એક એફ-16 લડાકુ વિમાનને તોડી પાડ્યું હતું અને તે વિમાનનો પીછો કરતા કરતા જ તે પાકિસ્તાનમાં ભૂલથી ઘૂસી ગયા હતા. વર્ધમાનને પાકિસ્તાને એક માર્ચની રાતે છોડી મુક્યા હતા. હવાઈ ઝડપ દરમિયાન મિગ-21 બાઈસનથી કૂદતી વખતે તેમને કેટલીક ઈજા પણ થઈ હતી. તેમની આ વીરતા માટે તેમની વીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp