આ ભારતીયને આતંકી જાહેર કરવા માગતું હતું પાકિસ્તાન, 5 દેશોએ આપ્યો ભારતનો સાથ

PC: hindustannewshub.com

ભારતીય નાગરિકને આતંકવાદી જાહેર કરવાના પાકિસ્તાનના પ્રયાસો પર ભારતે પાણી ફેરવી દીધું છે. આ કામમાં ભારતનો સાથ ચાર અન્ય દેશોએ પણ આપ્યો છે. પાકિસ્તાને ભારતીય નાગરિક ગોબિંદા પટનાયક દુગ્ગીવલાસાને આતંકવાદી જાહેર કરવા માટે સંયુક્ત રાષ્ટ્રમાં પ્રસ્તાવ જાહેર કર્યો હતો. પાકિસ્તાનના ઇરાદા એવા હતા કે, દુગ્ગીવલાસાને UNના આંતરરાષ્ટ્રીય આતંકવાદીઓની સૂચિમાં સામેલ કરવામાં આવે પણ ભારતે પાકિસ્તાનના આ ઇરાદો સફળ ન થવા દીધો. પાકિસ્તાનનું કહેવું છે કે, દુગ્ગીવલાસા તેના દેશમાં થયેલા આતંકવાદી હુમલાઓમાં સામેલ રહ્યો હતો, તેથી UNની સુરક્ષા પરિષદની 1267 સમિતિ આ પ્રસ્તાવને પસાર કરી આતંકવાદી જાહેર કરે.

પાકિસ્તાનના આ પ્રસ્તાવને નકારવામાં જે ચાર દેશોએ ભારતનો સાથ આપ્યો છે, તેમા બ્રિટન, અમેરિકા, ફ્રાન્સ અને અલ્બાનિયા સામેલ છે. તેમાંથી ત્રણ દેશ બ્રિટન, અમેરિકા અને ફ્રાન્સ સુરક્ષા પરિષદના સ્થાયી સદસ્ય છે. જ્યારે અલ્બાનિયા આ મહિને સુરક્ષા પરિષનું અધ્યક્ષ રાષ્ટ્ર છે. 2020માં પણ ભારત સહિત આ જ પાંચ દેશોએ દુગ્ગીવલાસાને આતંકવાદી જાહેર કરવા માટેના પાકિસ્તાનના પ્રસ્તાવને નકારી કાઢ્યો હતો.

દુગ્ગીવલાસાને એકવાર ફરી આંતરરાષ્ટ્રીય આતંકવાદીઓની સૂચિમાં સામેલ કરવા માટે પાકિસ્તાનના પ્રયાસને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની સમય બર્બાદી તરીકે જોવામાં આવી રહ્યું છે. તેના પર સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂત ટીએસ તિરૂમૂર્તિએ કહ્યું કે, પાકિસ્તાન આતંકવાદ પર 1267 વિશેષ પ્રક્રિયાને ધાર્મિક રંગ આપવીને આ બાબતનું રાજકીયકરણ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ ઘટનાક્રમ એવા સમયમાં થયું છે કે, જ્યારે પાછલા સપ્તાહમાં ચીને લશ્કરે તોયબાની બીજી કમાનના આતંકવાદી અબ્દુલ રહેમાન મક્કીને સંયુક્ત રાષ્ટ્રની આતંકવાદી સૂચિમાં સામેલ કરાવવાના ભારતના પ્રયાસો પર અડંગો લગાવ્યો હતો.

આ પ્રસ્તાવ સંયુક્તરૂપે ભારત અને અમેરિકાએ પહેલી જૂનના રોજ પસાર કર્યો હતો અને તેને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ 1267 સમિતિના સદસ્યોને સર્ક્યુલેટ કરવામાં આવ્યા હતાં.

અમેરિકાએ મક્કી પર 20 લાખ ડૉલરનું ઇનાર રાખ્યું છે. અમેરિકા અને ભારતની સરકારોએ ઘરેલૂં નિયમો હેઠળ તેને આતંકવાદી જાહેર કર્યો છે. તે 26/11 હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદનો સંબંધી છે અને અલકાયદાના અયમાન અલ જવાહિરી અને તાલિબાનના આકાઓથી તેના નજીકના સંબંધો છે. મક્કીના પક્ષમાં ચીનના આ પગલાંને UNમાં પાકિસ્તાનના સમર્થનના રૂપે જોવાઇ રહ્યો છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગોબિંદા પટનાયક દુગ્ગીવલાસા કાબુલમાં એક કન્સલ્ટિંગ કંપનીમાં કામ કરી રહ્યો હતો. ભારતીય સુરક્ષાબળોએ તેને 17મી નવેમ્બર, 2019ના રોજ કાબુલથી સુરક્ષિત બહાર કાઢ્યો હતો. કારણ કે, એવી આશંકાઓ હતી કે, પાકિસ્તાની એજન્સીઓ તેનું અપહરણ કરી શકે છે. ભારતીય સુરક્ષા એજન્સીઓના અનુસાર, પાકિસ્તાન ચીનની મદદથી દુગ્ગીવલાસાને આતંકી તરીકે પ્રોજેક્ટ કરવાની યોજના હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp