ચીનમાં લોકો પ્રાણીઓને પણ પહેરાવી રહ્યા છે માસ્ક, જુઓ ફોટા

PC: mothership.sg

કોરોના વાયરસથી અત્યારસુધીમાં આખી દુનિયામાં 65 હજાર કરતા વધુ લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. ચીનમાં આ વાયરસના કારણે મરનારાઓની સંખ્યા 1500ને પાર પહોંચી ગઈ છે. દુનિયાના ઘણા દેશોમાં પણ લોકોના મરવાના સમાચાર છે. લોકોમાં કોરોના વાયરસને લઈને ડર એટલી હદે ફેલાઈ ગયો છે કે, લોકો હવે પોતાના પાલતુ પ્રાણીઓને પણ માસ્ક પહેરાવી રહ્યા છે.

જાણકારોનું કહેવું છે કે, કોરોના વાયરસ પ્રાણીઓ દ્વારા પણ ફેલાઈ રહ્યો છે. આથી, તેમને સુરક્ષિત રાખવા માટે લોકો ચીનમાં પોતાના પાલતુ પ્રાણીઓને પણ માસ્ક પહેરાવી રહ્યા છે.

માસ્ક પહેરીને ફરતા કૂતરા અને બિલાડીઓના ફોટા પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. લોકો ક્યાંય પણ ફરવા જાયો તો તેઓ પોતાના પ્રાણીઓને પણ માસ્ક પહેરાવી રહ્યા છે.

થોડાં દિવસો પહેલા ચીનમાં કોરોના વાયરસના ડરથી લોકો એટલા ગભરાઈ ગયા હતા કે, તેઓ પોતાના પાલતુ પ્રાણીઓને મારીને શેરીઓમાં ફેંકી રહ્યા હતા. જોકે, આ અંગે લોકોને જાગૃત કરાયા બાદ લોકોએ હવે પ્રાણીઓને મારવાનું બંધ કરી દીધુ છે.

માસ્ક પહેરાલા કૂતરા અને બિલાડીના ઘણા બધા ફોટા ટ્વીટર પર વાયરલ થઈ રહ્યા છે અને લોકો તેમના વખાણ પણ કરી રહ્યા છે.

લોકોનું કહેવું છે કે, કોરોના વાયરસ ફેલાવા છતા લોકો માણસાઈને નથી ભૂલ્યા અને માણસો ઉપરાંત, પ્રાણીઓની પણ મદદ કરી રહ્યા છે.

જણાવી દઈએ કે, ચીનમાં અત્યારસુધીમાં કોરોના વાયરસના કારણે 1300 કરતા પણ વધુ લોકોના મોત થઈ ચુક્યા છે. કુલ સંક્રમિત લોકોમાંથી 59539 લોકો તો માત્ર ચીનમાં જ છે. અહીં ઘણા શહેરો વેરાન બની ગયા છે. રસ્તાઓથી લઈને બજારોમાં પણ લોકો નથી જઈ રહ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp